મહેસાણાનો મતલબ ‘મૈ હીં શાણા’… હું જ હોશિયારના તાત્પર્યને મહેસાણા જિલ્લા કલેકટર તાર તાર નથી કરી રહ્યાં !!
મહેસાણા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી કે પછી તાલુકા વિકાસ અધિકારી કેમ મગનું નામ મરી પાડવા નથી
શું ગુજરાત સરકારનું મહેસુલ ખાતું કે ખુદ ગુજરાત સરકાર આ બાબતે મહેસાણા જિલ્લાનું મોટું માથું મનાતાં મનુ ચોકસીની વ્હારે છે..
ગરવી તાકાત, મહેસાણા તા. 26 – ગુજરાતમાં ગેરકાયદેસર રીતે સરકારી અને ખાનગી રીતે જમીનો પચાવી પાડનારાં ભૂમાફિયાઓ પર કાયદાનો સકંજો કસાયો છે. ભૂમાફિયાઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કર્યો છે. મહેસૂલ વિભાગના મતે, રાજ્યમાં 10 કરોડ ચો. મીટર આૃર્થાત્ 9742 હેક્ટરથી વધુ જમીન પર ભૂમાફિયાઓએ કબજો કર્યો છે. મહેસૂલ વિભાગને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કુલ મળીને 4831 ફરિયાદો મળી છે જેના પગલે સરકારી જમીનો પચાવી પાડનારાં ભૂમાફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તો પછી મહેસાણાના તાલુકાના મોટીદાઉ ગામના ગૌચરના સર્વે નં. 302 અને 305 પર ગેરકાદેસર રીતે જે કબજો જમાવવામાં આવ્યો છે તેમાં મહેસાણા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી કેમ કોઇ કાર્યવાહી કરતા નથી અથવા પાછી પાની કરી રહ્યાં છે જેનો જવાબ મહેસાણા તાલુકાના મોટી દાઉના તમામ ગ્રામજનો તેમજ મહેસાણા જિલ્લાના તમામ નાગરીકો મહેસાણાના જિલ્લા સમાહર્તા પાસે માંગી રહ્યાં છે. તેઓ કેમ કોઇ તપાસ કે કોઇ જવાબદાર અધિકારીને આ બાબતની તપાસ માટે મોકલવા તૈયાર નથી સત્ય શું છે અને અસત્ય શું છે જેનો ખુલાસો કરવામાં કેમ મહેસાણા જિલ્લાના તમામ જવાબદાર અધિકારીઓ પાછી પાની કરી રહ્યાં છે. શું ગુજરાત સરકારના મહેસુલ વિભાગ તરફથી આ બાબતની તપાસ ન કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે કે પછી કોઇ મોટા રાજકિય ઓથા તળે આ કાર્યવાહી કરવામાં આવતી નથી જેનો જવાબ મહેસાણા જિલ્લાની જનતા મહેસાણા જિલ્લા કલેકટર પાસે માંગી રહી છે.
મહેસાણા તાલુકાના મોટી દાઉ ગામે આવેલી ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવવો આવ્યોં છે. જે બાબતની અરજી રજૂઆત મોટી દાઉના ગ્રામજનો મહેસાણા જિલ્લા કલેકટર, ટીડીઓ, ડીડીઓ સહિત મહેસુલ વિભાગમાં પણ કરી છે તો તે બાબતની તપાસ કે ખુલાસો કેમ કરવામાં આવતો નથી જેને લઇને મહેસાણા જિલ્લાના વહીવટીતંત્ર પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. કોની રહેમ દરિયાદીલીથી ગૌચરની જમીન બાબતે કોઇ તપાસ કરવામાં આવતી નથી. આ બાબતના તમામ પુરાવા મોટી દાઉ ગામના ગ્રામજનો સરકારી બાબુઓને સુપ્રત કરી ચૂક્યાં છે. પરંતુ ન તો મહેસાણા જિલ્લા કલેકટર, ટીડીઓ કે પછી ડીડીઓના પેટનું પાણી પણ હલતું નથી. મોટી દાઉ ગામના સર્વે નં. 1197 મોટીદાઉ ગ્રામ પંચાયત ગૌચર 10-05-19678 કલેકટરશ્રીનો 10-05-1968ના રોજ સરકારી પડતર ખાલે દાખલ કરવાનો હુકમ કર્યો હતો. જે હુકમનો અમલ એજ તારીખે 10-05-1968ના રોજ માધવલાલ દામોદરદાસના ખાતે દાખલ કરવા હુકમ કરાયો હતો. એ જ તારીખ 10-05-1968ના રોજ માધવલાલ દામોદરદાસની માલિકીનો સર્વે નં. 1155/2 વાળી જમીન ગૌચર ખાતે દાખલ કરવા ઠરાવવામાં આવ્યું હતું. 1197 માધવલાલ દામોદરદાસને મળેલું જુનુ ગૌચર સર્વે નં. 1155/2 વાળી જમીન ગૌચર ખાતે દાખલ કરાવા ઠરાવવામાં આવ્યું હતું.
સર્વે નં. 1197 માધવલાલ દામોદરદાસને મળેલું જુનુ ગૌચર સર્વે નં. 1155/2 ક્ષેત્રફળ 1.36 ગુઠ્ઠા માધવલાલ દામોદરદાસની જમીન ગૌચર ખાતે દાખલ કરી હતી. જુનો સર્વે નં. 1197 બ્લોક નં. 1014 એકત્રીકરણથી નવો સર્વે નંબર 328 એકત્રીકરણ થયેલા નંબરો 1013, 1014, 1015, જુનો સર્વે નંબર 1155/2 બ્લોક નંબર 1006/1 પૈકી 2 જેનો નવો સર્વે નંબર 302 જે આજની તારીખે પણ ગૌચર છે. આમ છતાં આટ આટલા પુરાવા હોવા છતાં મહેસાણા જિલ્લાનું વહીવટીતંત્ર મોટી દાઉના આ ગૌચરનો ખુલાસો કરવામાં અથવા તો સત્ય બહાર લાવવામાં કેમ થર થર કાપી રહ્યું છે. શું ગુજરાત સરકારના મહેસુલ વિભાગ, કે રાજ્યના મુખ્યમંત્રી જેમીની સ્વચ્છ અને સાફ છબી છે તે કે પછી રાજ્યના ગૃહમંત્રીી કે પછી કેન્દ્રીય લેવલની પહોંચ કે ઓળખના બળે ગૌમાતાના નામે થયેલા આ ગૌચરની જમીનનો ઉકેલ લાવવામાં મહેસાણા જિલ્લાના જવાબદાર સરકારી બાબુઓ લુંગ
ગુજરાતમાં ભૂમાફિયાઓ સક્રિય બન્યાં છે અને જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યાં છે. ગેરકાયદેસર રીતે જમીનો પચાવી પાડવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતાં સરકારે લેન્ડ ગ્રેબિગ એક્ટ અમલી બનાવ્યો છે. આ કાયદાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે મહેસૂલ વિભાગે પણ ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરી નિર્દોષ જમીન માલિકોને જમીન પરત મળે તે માટે સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે. પરંતુ આ ન્યાય મહેસાણા તાલુકાના મોટી દાઉ ગામના ગ્રામજનોને કેમ મળી રહ્યો નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે મહેસાણા જિલ્લામાં વર્ષોથી સક્રિય રાજકારણમાં જોડાયેલા અને મોટી મોટી જમીનોના કાવાદાવા સુલટાવામાં અગ્રેસર નામના ધરાવતાં એવા મનુ ચોકસીનો ગૌચર કે જે જમીન માલિકનો કોઇ રણીધણી ન હોય તેવો જમીનો બારોબાર રાજકિય આકાઓના આર્શિવાદથી અને મસમોટા સરકારી બાબુઓના મહેરબાનીથી પોતાના અથવા પોતાના લાગતા વળગતાં ના નામે કરવામાં મનુ ચોકસીએ મહારથ હાંસલ કરેલ છે. ત્યારે હવે તમામ રાજ્ય તેમજ કેન્દ્રની લેવલની કામગીરી ઓનલાઇન થઇ ચૂકી છે જેના કારણે આવી તમામ ગેરકાયદેસર પ્રવૃતિઓને અંકુશમાં લાદી શકાય તેમ છતાં હજું પણ લેન્ડ ગ્રેબિગનો કાયદો લાવ્યાં છતાં મોટી વગ ધરાવતાં મનુ ચોકસી જેવા મોટા વગ ધરાવતાં વ્યકિતઓનો વાળ પણ વાંકો કરવામાં મહેસાણા જિલ્લાનું વહીવટીતંત્ર માયકાંગલું સાબિત થઇ રહ્યું છે.
લેન્ડ ગ્રેબિંગનો કાયદો કોરડો ભૂમાફિયા સામે વિંઝાય છે તો ખરો પરંતુ ક્યાંક ક્યાંક મોટા માથાઓની સામે નમતો પણ નજરે પડે છે
સૂત્રોના મતે, રાજ્યના જુદા જુદા જિલ્લામાં લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ ભૂમાફિયાઓ સામે કુલ 241 પોલીસ ફરિયાદો નોંધાઇ છે. અત્યાર સુધીમાં 96 કેસોમા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 53 કેસો સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરાયા છે. લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ કરાયેલી ફરિયાદોની તપાસના અંતે 872 ભૂમાફિયાઓને દોષિત માનીને આરોપી ઠેરવવામાં આવ્યા છે.88 કેસોમાં તો રાજ્ય સરકારે સુઓમોટો હેઠળ કાર્યવાહી કરી છે. મહત્વની વાત તો એછે કે, આખાય રાજ્યમાં જમીનો પચાવી પાડવાની સૌથી વધુ ફરિયાદો અમદાવાદમાં અને સૌથી ઓછી ફરિયાદો ડાંગમાં નોધાઇ છે. આ આંકડો જુલાઇ 5 જુલાઇ 2021 સુધીનો દર્શાવાયો છે. અમદાવાદમાં 457, સુરતમાં 288, રાજકાટમાં 277 , સોમનાથમાં 121, મોરબીમાં 111, દ્વારકામાં 141 , જૂનાગઢમાં 123 , ભાવનગરમાં 185 અને જામનગરમાં 135 ફરિયાદો નોંધાઇ છે. ડાગમાં જમીનો પચાવી પાડવામાં આવી હોય તેવી માત્ર 6 અરજીઓ જ મળી છે. આમ,કરોડોની કિંમતની સરકારી-ખાનગી જમીનો પર કબજો કરનારાં ભૂમાફિયાઓ પર કાયદાનો કોરડો તો વિંઝાય છે પરંતુ ક્યાંક ક્યાંક આ કાયદાનો કોરડો મોટા માથાઓની સામે નમતો પણ નજરે પડી રહ્યો છે જે મહેસાણા તાલુકાના મોટી દાઉ ગામના ગ્રામજનો તેમજ મહેસાણા જિલ્લાના નાગરીકો અહેસાસ કરી રહ્યાં છે.