ભાદરવી પૂનમમાં છલકાઈ મા અંબાની દાન પેટીમાં ચાર દિવસમાં 1.12 કરોડનું દાન મળ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

હજી પણ મોટું માનવ મહેરામણ અંબાજીને સાંકળતા માર્ગો ઉપર ધસમસતું જોવા મળી રહ્યું છે

અંબાજી જતા યાત્રિકો માટે અનેક પ્રકારની સગવડ સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પો યોજી કરી રહ્યા છે

ગરવી તાકાત, મહેસાણા તા. 27- ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. ચોથા દિવસે મંદિરના શિખરે 551 ધજાઓ ચઢી હતી. મોહનથાળ પ્રસાદના 31 લાખથી વધુ પેકેટ વેચાયા હતા. તો ફરાળી ચીકીના 9 હજાર જેટલા પેકેટનું વિતરણ થયું. આ 4 દિવસમાં મા અંબાના 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં. 4 દિવસમાં અંબાજી મંદિરને 1.12 કરોડની દાન ભેટમાં મળી હતી. 4 દિવસમાં મંદિર ટ્રસ્ટને 16 ગ્રામ સોનું દાનમાં મળ્યું છે.

યાત્રાધામ અંબાજી  ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈ મોટું માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. આ શ્રદ્ધાળુઓ થકી અંબાજી મંદિરમાં દાનભેટની કુલ રકમ રૂપિયા 1.12 કરોડ સુધી આવી ગઈ છે. જ્યારે ચાર દિવસમાં 16 ગ્રામ સોનુ દાનમાં આવ્યું છે. અંબાજી મંદિરમાં મોટું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ત્યારે ચાર દિવસમાં 9.37 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ થયું છે. જ્યારે હજી પણ મોટું માનવ મહેરામણ અંબાજીને સાંકળતા માર્ગો ઉપર ધસમસતું જોવા મળી રહ્યું છે. ને અંબાજીથી દાંતા 20 કિલોમીટર લાંબી માનવ સાંકળ દર્શનાર્થીઓની જોવા મળી રહી છે. એટલું જ નહીં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પોતાની બાધા આંખડી પુરી કરવા અંબાજી જતા નજરે પડ્યા હતા. ક્યાંક શેર માટીની ખોટ પૂરવા તો ક્યાંક નોકરી ધંધા માટે ભક્તો માથે ગરબી લઈને તેમજ દંડવત કરતા અંબાજી મંદિરે પહોંચી રહ્યાં છે.

એટલું જ નહિ, અંબાજીમાં ભરાયેલો ભાદરવી પૂનમનો મેળો એ મેળો નહિ પણ એક અવસર બની ગયો છે. જેમ અવસરમાં અતિથિઓને આવકારવાના વિવિધ પ્રયાસો થતા હોય વિવિધ વ્યનજનો બનતા હોય તેજ રીતે અંબાજી દર્શને જતા શ્રદ્ધાળુઓને સેવાભાવી કેમ્પો દ્વારા અતિથિ જેવો માનસન્માન આપી પોતાના સેવા કેમ્પોમાં બોલાવતા નજરે પડ્યા હતા. કોલ્ડ્રિંક્સ ને ચા-પાણી કરાવીને નાસ્તો કરાવી ને તો કોઈ ભરપેટ ભોજન નિઃશુલ્ક કરાવી પદયાત્રીઓને ખુશ કરી રહ્યા છે. એટલુંજ નહીં અંબાજીનો માર્ગ લાંબો છે જ્યાં અનેક પ્રકાર ની વાનગીઓ પીરસાઈ રહી છે તો ક્યાંક કોલ્ડ્રિંગ્સ અપાઈ રહી છે તો ક્યાંક ચાલીને આવતા પદયાત્રીઓના પગની મસાજ કરીને પગમાં પડેલા ફોડલા ઉપર પાટા પિંડી કરી આરોગ્ય કેન્દ્રો દ્વારા માથા દુખવાની ટેબ્લેટ આપીને રાહત આપવામાં આવી રહી છે.

અંબાજી જતા યાત્રિકો માટે અનેક પ્રકારની સગવડ સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પો યોજી કરી રહ્યા છે. ત્યારે પદયાત્રીઓને રસ્તામાં ગરબા ને ડીજે સાઉન્ડના તાલે થાક ઉતારવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. જેને લઇ ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ગત વર્ષે અંબાજીમાં સાત દિવસીય મેળામાં 35 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જ્યાં આ વખતે ચાર દિવસમાં જ ભક્તોનો આંકડો 20 લાખનો આંક વટાવી ચુક્યો છે. ને હજી 3 દિવસ મેળાના બાકી છે ને અંબાજી સાંકળતા માર્ગો ઉપર ભક્તોનો ઘોડાપુર જોવા મળી રહ્યો છે. જે જોતા લાગી રહ્યું છે કે આ વખતે મેળાનો માનવ મહેરામણ 35 લાખનો આંક વટાવી જાય તો કોઈ અતિશિયોક્તિ ગણશે નહિ.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.