ગુજરાતમાંથી ચોમાસાની વિદાય અંગે પરેશ ગોસ્વામીએ કરી આગાહી, જણાવ્યો વરસાદના જવાનો ટ્રેક
હવામાન નિષ્ણાત ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ક્યારે અને કેવી રીતે થશે તે અંગેની માહિતી આપી
ગરવી તાકાત, મહેસાણા તા. 27 – હાલ દેશમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં પણ મેઘરાજાની ગતિ ધીમી પડી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ક્યારે અને કેવી રીતે થશે તે અંગેની માહિતી આપી છે. હવામાન નિષ્ણાતે ગુજરાતમાંથી ચોમાસાના વિદાય અંગે સંપૂર્ણ માહિતી આપી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ભારતમાંથી ચોમાસાની વિદાય રાજસ્થાનમાંથી થાય છે. રાજસ્થાનમાંથી 25 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ પશ્ચિમ તરફથી ચોમાસાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે. એટલે ચોમાસું રિટર્ન તરફ છે. આ તો દેશની વાત થઇ તો ગુજરાતના કચ્છ અને બનાસકાંઠાના ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, રાજસ્થાનની જેમ ગુજરાતમાંથી 27 કે 28 તારીખે કચ્છ કે સાબરકાંઠાના અમુક ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઇ શકે છે. ચોમાસાની વિદાયની શરૂઆત તો થશે પરંતુ ઘણી જ ધીમી ગતિએ ચોમાસું વિદાય લેશે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું દક્ષિણ ગુજરાતથી આવે છે અને ત્યાંથી જ ચોમાસું વિદાય પણ લેશે. ગુજરાતમાં 27-28 સપ્ટેમ્બરથી લઇને 9 ઓક્ટોબર સુધી ચોમાસાની વિદાય જોવા મળશે.
પહેલા કચ્છ અને બનાસકાંઠાના અમુક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેશે જે બાદ ઉત્તર ગુજરાતનાં ભાગો પછી મધ્ય ગુજરાતમાંથી જે બાદ મોરબી, સુરેન્દ્રનગર એમ થતાં થતાં સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતનાં ભાગોના તમામ ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે. એટલે આ વિદાયની પ્રોસેસ 10થી 12 દિવસ જેટલી લાંબી ચાલી શકે છે. ચોમાસાની વિદાય થતી હશે ત્યારે એટલે લગભગ 9 ઓક્ટોબર સુધીમાં ચોમાસું વિદાય લેશે. 9 ઓક્ટોબર સુધીમાં જે વરસાદ પડશે તેને 2023ના નૈઋત્યના ચોમાસાના વરસાદ કહેવાશે. 9 પછીના વરસાદને માવઠાના વરસાદ તરીકે ગણવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો એવા હશે કે જ્યાં ચોમાસું જતા જતા વરસાદ આપી શકે છે.