નવિન ચૌધરી/ગરવી તાકાત : દિયોદર તાલુકાના વાતમ નવા ગામના કુપાલસિંહ બાબુસિંહ વાઘેલાને નકલી આઈ કાર્ડ સાથે સિક્યુરિટી તરીકે ફરજ બજાવતી વખતે ઝડપી લેવામાં આવ્યા છે. જેની પોલીસે તપાસ હાથ ધરતા નોકરી મેળવવા માટે દિયોદરના ધ્રાડવ ગામનો ભરતપુરી લાલપુરી ગૌસ્વામી સાથે મળી અર્ધલશ્કરી દળ રાજ્ય સેવકનું ડુપ્લીકેટ ઓળખ કાર્ડ બનાવ્યું હતું. તેમજ આ નોકરી મેળવવા માટે તેણે બી.એસ.એફના સમક્ષ અધિકારીની સહી સિક્કા વાળો ખોટો ગવર્મેન્ટ ઇન્ડિયાનો એ.સી.ઇ. જોઈન્ટ લેટર પણ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
જો કે સુઇગામ પોલીસે બંને શખ્સોની અટકાયત કરી ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કુપાલસિંહ વાઘેલા નડાબેટ ખાતે ફરજ બજાવતા સાથી સિક્યુરિટીને શંકા જતા બી.એસ.એફના અધિકારીઓને જાણ કરતા ડમી ઓળખ કાર્ડ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ગૂગલ એપ પરથી ભળતું ઓળખ કાર્ડ ડાઉનલોડ કરીને નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.