ખેરાલુ એપીએમસીના ચેરમેન અને મહેસાણા ભાજપ ઉપપ્રમુખ ભીખા ચાચરીયા કૌભાંડ આચરવામાં માહીર નીકળ્યા. ગતરોજ ગરવી તાકાત દ્વારા વડનગરના તોરણીયા વડ ખાતેની તેમની સંગમ હોટલ વિષે અહેવાલ પ્રકાશીત કરાયો હતો. જેમાં લોકોના આક્ષેપ મુજબ તેમને માર્જીનની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યુ હોવાનો એહવાલ પ્રકાશીત કરાયો હતો. જેમાં આ રીપોર્ટના ફીડબેકમાં ગરવી તાકાતને રાજકીય નેતાઓએ દ્વારા જાણવા મળ્યુ છે કે, ભીખાં ચાચરીયાએ માત્ર રોડની માર્જીનવાળી જમીન પર જ નહી પરંતુ તેમની સંગમની બાજુમાં આવેલુ ગેસ્ટ હાઉસ ગેરકાયદેસર છે. જેમાં તેમને વડનગરના તોરણીયા વડ ખાતે ધરોઈની પાઈપ લાઈન ઉપર આ ગેસ્ટહાઉસ તાણી બાંધ્યુ છે.
ભીખા ચાચરીયા મોટી રાજકીય લાગવગ ધરાવતા હોઈ તેમને કોઈ પણ કાનુનની પરવાહ કર્યા વગર તેમને વડનગરમાં સંગમ ગેસ્ટ હાઉસ ધરોઈની પાઈપ લાઈન ઉપર તથા માર્જીનવાળી જમીન પર ગેરકાયદેસર બાંધકામ ઉભુ કરી દીધુ છે. જો આ મામલે નગરપાલીકા અને વહીવટીતંત્ર યોગ્ય તપાસ કરે તો તેમનુ ગેસ્ટ હાઉસ તથા હોટલની આગળવાળુ બાંધકામ ગેરકાનુની હોવાનુ ખુલે એમ છે. કેટલાક રાજકીય નેતાઓના મતે સરકારી તંત્ર પણ આ ગેરકાનુની બાંધકામથી માહિતગાર છે પરંતુ ભીખા ચાચરીયા ઉપર એક મોટા નેતાનો હાથ છે જેથી તેમની વિરૂધ્ધ કોઈ પગલા ભરવામાં નથી આવી રહ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેરાલુ એપીએમસીની ચુંટણી નજીક આવી રહી છે અને બીજી તરફ ચેરમેન ચાચરીયા એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે. જેમાં તેમને નવિન એપીએમસીના બાંધકામમાં કરોડો રૂપીયાનુ કૌભાંડ કર્યાનો આક્ષેપ ભાજપના જ નેતા અને પાટણના સાંસદ ભરત ડાભીએ લગાવ્યો હતો. બાદમાં તેમની વડનગર ખાતેની હોટલ સંગમ આગળ માર્જીનની જમીન પર ગેરકાનુની બાંધકામ ઉભી કરી દેવાની વિગત સામે આવી હતી. જ્યારે ગતરોજ ગરવી તાકાત દ્વારા તેમના હોટલનો અહેવાલ પ્રકાશીત કરાયો ત્યારે તેના ફીડબેકમાં ભાજપના જ નેતાએ તેમના નામનો ઉલ્લેખ નહી કરવાની શરતે ગરવી તાકાતને જણાવ્યુ હતુ કે, ચાચરીયાએ માત્ર માર્જીનવાળી જમીન ઉપર જ ગેરકાનુની બાંધકામ નથી કર્યુ પરંતુ તેમનુ ગેસ્ટહાઉસ પણ ગેરકાયદેસર છે. ચાચરીયાએ ધરોઈની પાઈપલાઈન ઉપર આ ગેસ્ટ હાઉસ ઉભુ કરી દીધુ છે. તેમને એમ પણ કહ્યુ હતુ કે, આ મામલે સરકારી તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો ચાચરીયાના આ ગેરકાનુની બાંધકામને તોડી પાડવાનો વારો આવે એમ છે. પરંતુ ચાચરીયાએ સરકારી અધિકારીઓને મોટા પ્રમાણમાં ઘુસ આપી હોવાથી તેના આ બાંધકામ વિરૂધ્ધ તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે.