સિદ્ધપુર પોલીસે ફેસબૂક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મડિયામાંથી પોતાના મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરી લોકોને માલ પુરો પાડતા યુવકો પકડ્યા


સિદ્ધપુર શહેરના મુક્તિધામ નજીક આવેલા મોતિરામનો ઢાળ પાસે રહેતા અરવિંદ ધીરુજી ઠાકોર , ફુલપુરા ગામમાં રહેતા સચિન અમરસંગ ઠાકોર તેમજ રાજપુરમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીના દિપકજી છનાજી ઠાકોર સદર ત્રણેના ઈસમોના મોબાઈલ ફોન જપ્ત કરી ગાંધીનગર ખાતે સાયબર સેલ ના નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેટા રિસ્ટોર માટે મોકલી આપ્યા હતા જેનો રિપોર્ટ આવતા ત્રણેયના મોબાઈલ ફોનો માંથી ચાઈલ્ડ પોર્નો ગ્રાફીના વિડિઓ મળી આવ્યા હતા. (પ્રતીકાત્મક તસવીર)

જેથી ત્રણેય વિરુદ્ધ ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008/ ની કલમ 67 ( બી ) મુજબ ગોનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાર્યવાહી થતા ચાઈલ્ડ પોર્નો ગ્રાફીના વિડિઓ ડાઉનલોડ કરી વાયરલ કરનારા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગઈ છે.

સિદ્ધપુર તાલુકામાં ઘણા સમયથી સોશિયલ મીડિયાના ફેસબુક , વોટ્સએપ , ટ્વિટર , ઈનસ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં ચાઈલ્ડ પોર્નો ગ્રાફીના વિડિઓ ડાઉનલોડ કરી તે વિડિઓ આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકોના ફોનમાં મોકલવામાં આવતા હતા. આમ રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મ કૌભાંડ વચ્ચે પોર્નોગ્રાફીના આ પ્રકારનો કિસ્સો સામે આવતા પોલીસે લાલ આંખ કરી છે.