જલસેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું – સમન્વય ગ્રુપ
સેવાલિયા – પાણી એ જીવનનો ખૂબ જ મહત્વ ધરાવે છે પરંતુ લગભગ છેલ્લા ૧૫ દિવસ થી સેવાલીયા બજારમાં પાણીની સમસ્યા ચાલી રહી છે અમુક વિસ્તારમાં ૬ મહીનાથી પાણીની સમસ્યા છે હાલ વધી રહેલી ગરમીના બફારા કારણે પાણીની તકલીફથી કોઈ મોટી સમસ્યા ના સર્જાય તેના માટે સમન્વય ગ્રુપના તમામ સાથી મિત્રો સાથે ભેગા થઈને આ જનસેવા કરવાનો મોકો મળ્યો લગભગ ૨૦૦ કુટુંબ સુધી કોઈ પણ નાતજાતના ભેદ ભાવ વગર સર્વ સમાજ કલ્યાણનો સંકલ્પ લઈને સમસ્યાનો નિકાલ કરવા તેમજ સેવા કરવાની ભાવનાથી પાણી માટે પરેશાન પ્રજા માટે ૬ ટેન્કર પાણી પોહચાડવા આવ્યું અને બાકી રહેલા વિસ્તારમાં પણ આવી જ રીતે સેવા કાર્ય કરવામાં આવશે તેવી માહિતી ગ્રૂપના સભ્યોએ આપી હતી . જલસેવા એ જ જનસેવા ના સંકલ્પ સાથે આજે આ કામગીરી પૂર્ણ થશે અને દર ૨-૨ દિવસે આ જ રીતે જ્યાં સુધી પાણીના પ્રશ્નનો નિકાલ નહીં થાય ત્યાં સુધી સતત આ જનસેવાનું કાર્ય કરવામાં આવશે.
તસવીર અહેવાલ – જયદીપ દરજી ખેડા