એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણી ૧૯ ઓક્ટોબરે યોજાશે અને ૨૦ મી એ પરિણામ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,પાલનપુર

એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણી જાહેર થતાં ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓ આમને સામને

પાલનપુર સ્થિત એશિયાની સૌથી મોટી બનાસડેરીના ૧૬ ડિરેકટર માટેની ચૂંટણીનું જાહેરનામું શનિવારે પ્રસિદ્ધ થતાંની સાથે ભાજપમાં  રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના જ ત્રણ દિગ્ગજો ડેરી પર કબજો જમાવવા મેદાનમાં આવી ગયા છે.  તો બીજી બાજુ વર્તમાન ચેરમેન શંકર ચૌધરીને હરાવવા પૂર્વ સાંસદે પણ ઝંપલાવ્યું છે. ડેરીની ચૂંટણી માટે આગામી ૨૨ સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થશે. ૧૯ ઓક્ટોબરે મતદાન અને ૨૦ ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. બનાસડેરીની ચૂંટણીનું શનિવારે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેના પગલે સહકારી ક્ષેત્રે ગરમાવો પ્રસર્યો છે.

આ પણ વાંચો – રજની પટેલના ઈશારે અમારી અટકાયતો કરાઈ, બેચરાજી APMC ના ચેરમેનના જુથનો મોઢેરા પોલીસ સ્ટેશનમાં હોબાળો

પાલનપુર , વડગામ , દાંતા , અમીરગઢ , દાંતીવાડા , ડીસા , ધાનેરા , થરાદ , વાવ , ભાભર , દિયોદર , કાંકરેજ , રાધનપુર , સાંતલપુર , સુઇગામ અને લાખણી એમ ૧૬ ડિરેકટરના નિયામક મંડળની મુદત ૨૭ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ પૂર્ણ થશે. ત્યારે તે પહેલા નવા નિયામક મંડળને ચૂંટી કાઢવા માટે હાઇકોર્ટના આદેશ મુજબ ૨૨ સપ્ટેમ્બર થી ૨૦ ઓક્ટોબર દરમિયાન ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ અગાઉ બનાસડેરીની ચૂંટણી રાજ્ય સરકાર દ્વારા કોવિડને લઈ જાહેર કરાયેલી ગાઈડ લાઈન મુજબ યોજવા માવજીભાઈ દેસાઈએ હાઇકોર્ટમાં ૪ સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકારને પ્રતિવાદી બનાવી દાદ માંગી હતી. જે અરજી ચાલી જતાં હાઈ કોર્ટે ૧૧ સપ્ટેમ્બર ના રોજ અરજી નકારી દીધી હતી. આ ઉપરાંત ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી રોકવામાં આવતાં તેમણે ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે ખુલ્લા આક્ષેપો કર્યા હતા. બીજી તરફ બનાસકાંઠા સાંસદ અને બનાસડેરીના ડિરેકટર પરબતભાઈ પટેલ પણ અંદરખાને શંકરભાઈ શંકરભાઈ ચૌધરીને હરાવવા સોંગઠા ગોઠવવાનું શરૂ કર્યું હોવાનુ કહેવાય છે.  
ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા
ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 22 થી 29 સપ્ટેમ્બર
– યાદી પ્રસિદ્ધ કરવાની છેલ્લી તારીખ : 22 થી 29 સપ્ટેમ્બર
– ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ : 30 – સપ્ટેમ્બર , સવારે 11 કલાકે
– માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ : 1 ઓક્ટોબર
– ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ : 8 ઓક્ટોબર
– આખરી યાદી પ્રસિદ્ધ કરવાની પ્રતિક ફાળવવાની તારીખ : 9 ઓક્ટોબર જરૂર જણાય તો મતદાન તારીખ : 19        ઓક્ટોબર
– મતગણતરી : 20 ઓક્ટોબર , સવારે 9-00 કલાકે કલેકટર કચેરી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.