યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધવાની દહેશત પ્રબળ બની છે. આ દરમિયાન અમેરિકાએ રશિયાને ચેતવણી આપી છે કે જાે તે તેના પાડોશી દેશ યુક્રેન પર હુમલો કરશે તો તેના પરિણામ ભયાનક આવશે. અમેરિકાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે હુમલાની સ્થિતિમાં તેની પાસે કાર્યવાહી કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. હવે જાે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય અને અમેરિકા તેમાં કૂદી પડે તો બે દેશોનું યુદ્ધ પણ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.
યુક્રેનએ દાવો કર્યો છે કે રશિયાએ સરહદ પર 94 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે અને જાન્યુઆરીના અંત સુધી સૈનિકોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની આશંકા છે. તેના પર વ્હાઈટ હાઇસ તરફથી રશિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાનું નિવેદન આપવામાં આવ્યું છે. યુક્રેનના સંરક્ષણમંત્રી ઓલેક્સી રેજનિકોવએ જણાવ્યું છે કે, “સરહદની નજીક અને ક્રિમીઆમાં રશિયન સૈનિકોની સંખ્યા 94,300 હોવાનો અંદાજ છે. અમારી ગુપ્તચર એજન્સીઓના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે રશિયા મોટા પાયે સૈનિકો તૈનાત કરી શકે છે. આવતા વર્ષ સુધીમાં સ્થિતિ વધુ ખતરનાક બની શકે છે.વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ જણાવ્યું હતું કે, જાે રશિયા તરફથી યુક્રેન વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ તો જાે બાઈડન વહીવટીતંત્ર હસ્તક્ષેપ કરશે.