ભારત Vs ન્યુુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચરમાં કીવીના સ્પિનર એજાઝ પટેલે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે એક જ ઈનીંગમાં દસ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. એજાઝ પટેલની જોરદાર બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડે ભારતને ઈનીંગમાં 325 રન પર ઓલઆઉટ કરી દીધુ છે.
સ્પિનર એજાઝ પટેલનો જન્મ અને ઉછેર છ વર્ષની ઉંમર સુધી મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં થયો હતો, ત્યારબાદ તેના માતા-પિતા 1996માં ન્યુઝીલેન્ડ ગયા હતા. તેની આ જોરદાર બોલીંગ બાદ તેના પરિવારના કેટલાક સભ્યો પણ પેવેલિયનમાંથી તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેને અભિનંદન આપતા જોવા મળ્યા હતા. તેના પિતરાઈ ભાઈઓ અને સંબંધીઓ પણ મેચ જોવા માટે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં હશે.
શુક્રવારે તેનો પિતરાઈ ભાઈ ઓવૈસ તેના પુત્ર મોહમ્મદ જિયાન સાથે વાનખેડે ખાતે મેચ જોવા આવ્યો હતો. તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું તમને કહી જણાવી શકું એમ નથી કે, હું મારા ભાઈ વિશે કેટલો ખુશ છું. આ યાદોને હું મારા બાકીના જીવન માટે જાળવીશ. મેં તેને ક્યારેય કોઈ સ્ટેડિયમમાં રમતા જોયો નથી. અમે તેને મુંબઈમાં રમતા જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અમારા પરિવાર માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. હું તેને ટેકો આપવા માટે અહીં આવીને રોમાંચિત છું. તે અમારા પરિવારનો પ્રથમ વ્યાવસાયિક ક્રિકેટર છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત દરમ્યાન ભારતીય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યુ છે. જેમાં ન્યુઝીલેન્ડી 54 રન પર 8 વિકેટ ખેરવી દીધી છે. જેમાં અશ્વિને 3, મો.સીરાજે 3 તથા અક્ષર પટેલ અને જયંત યાદવે 1-1 વિકેટ ખેરવી છે.
તમને જણાવી દઈયે કે, એજાઝ પટેલ એક ઈનીંગમાં 10 વિકેટો મેળવનાર વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે. આ પહેલા જીમ લેકર તથા અનીલ કુંબલે આ પ્રકારનો કારનામો કરી ચુક્યા છે. જેથી આઈસીસી તથા અનેક ક્રીકેટ બોર્ડોએ એજાઝ પટેલને શુભેચ્છા પાઠવી હતી.