ઉંઝા પાસે પળી વાળા રસ્તે મેટાડોરના ચાલકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ડ્રાઈવરનુ કરૂણ મોત નીપજ્યુ હતુ. રીક્ષામાં સવાર પેસેન્જરને પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી. રીક્ષાને ટક્કર મારી મેટાડોરનો ડ્રાઈવર તેનુ વાહન ઘટના સ્થળે રાખી તુરંત ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો – સુતેલી યુવતીનુ મોઢુ દબાવી બળાત્કારની કોસીશ કરનાર યુુવક સામે ફરિયાદ
મુળ ડીસાના લોરાવાડામાં રહેતા રમણભાઈ શ્રીમાળી રીક્ષા ચલાવી તેમનુ ગુજરાન ચલાવતા હતા. જેઓ ગઈકાલે તેમની રીક્ષા(નંબર GJ-08-V-3661) લઈ વર્ધીમાં નીકળ્યા હતા. ત્યારે બપોરના સમયે ઉંઝા તાલુકાના ઉનાવા પાસેના પળી વાળા રસ્તે તેમની રીક્ષાને ઝડપથી આવી રહેલી મેટાડોરે ટક્કર મારી હતી. જેથી આ ટક્કરમાં રીક્ષા ડ્રાઈવરનુ મોત નીપજ્યુ હતુ. રીક્ષામાં સવાર ચાર પેસેન્જરને પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેતી તેમને તુરંત સારવાર અર્થે ઉઝા સીવીલમાં લઈ જવાયા હતા પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી ત્યાર બાદ તેમને મહેસાણા સીવીલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – આઈટી એક્ટ : આર્મીમાં નોકરી કરતા હોવાનુ જણાવી ઓનલાઈન ઠગાઈ કરનાર 3 આરોપી ઝડપાયા
મેટાડોરના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી રીક્ષાને ટક્કર મારી હોવાથી ડ્રાઈવર તેના વાહનને રસ્તા ઉપર રાખીને ફરાર થઈ ગયેલ. જે મેટાડોરનો નંબર GJ-03-U-7061 હતો. આમ મેટાડોરના ડ્રાઈવરના વિરૂધ્ધ ઉનાવા પોલીસ સ્ટેશને આઈ.પી.સી. કલમ 279,304એ,337 તથા મોટર વ્હિકલ એક્ટ મુજબ 177,184,134 ગુનો નોધી તેની શોધખોળ શરૂ કરી છે.