ઈન્ટરનેટરના માધ્યમથી લોકો ઓનલાઈન ખરીદી તરફ વળવા લાગ્યા છે. જેની સીધી અસર રીટેઈલ માર્કેટ ઉપર પણ જોવા મળી રહી છે. એમેઝોન,ફ્લીપકાર્ટ જેવી રજીસ્ટર્ડ કંપનીઓના માર્ગે હવે નાના વેપારીઓ પણ તેમનો ધંધો ઓનલાઈન તરફ વાળી રહ્યા છે. ઓનલાઈન સોપીંગના માધ્યમથી અલગ અલગ વેબસાઈડથી નવી તથા જુની તમામ ચીજ વસ્તુઓ આંગળીના ટેરવે પ્રાપ્ત થઈ રહી છે પરંતુ અનેક કિસ્સા એવા પણ સામે આવ્યા છે જેમાં કસ્ટમરને છેતરાવાનો વારો આવતો હોય છે.

આ પણ વાંચો – ઓનલાઈન ઠગાઈ કરી 7,85,000 ની રકમ ખાતામાંથી ઉપાડી લેનાર આરોપી ઝડપાયા

આવી છેરતરપીંડી કરતી એક ગેંગને મહેસાણા એસ.ઓ.જી.એ ઝડપી પાડી છે. ફેસબુક મારફતે પોતાને આર્મી ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતાની ઓળખ બતાવી બુલેટ વેચવા માટે પોસ્ટ કરેલ. જે બુલેટની વેચાણ કીંમત 55 હજાર  રાખી હતી. ફેસબુકમાં તેમને એક કસ્ટમર પણ મળી ગયેલ જેમની પાસેથી 45 હજાર રૂપીયા લઈ વિશ્વાસઘાત કરી બુલેટ આપેલ નહી. આવી રીતે ઓનલાઈન છેતરપીડીં કરી લોકોને ઠગવાનુ કામ કરતા ત્રણ આરોપીને મહેસાણા એસ.ઓ.જી.એ રાજેસ્થાનની ભરતપુર પોલીસની મદદથી ઝડપી પાડ્યા હતા. 

મહેસાણા જીલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ફરિયાદ આધારે મહેસાણા એસ.ઓ.જી. ની ટીમ એ.ટી.એસ. ચાર્ટર લગત નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી અંતર્ગત ઓનલાઈન ઠગાઈ કરતા મુળ રાજેસ્થાનના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓનુ નામ મેવ સાહીલખાન સપાતખાન(2)મેવ સપાતખાન સીરદારખાન(3)મેવ વશીમખાન સપાતખાન,તમામ રહે – અલગાની પોલીસ થાણુ સીકરી,જી.ભરતપુર,રાજેસ્થાન વિરૂદ્ધ 420,120(બી),140,114 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: