મહેસાણા શહેરનો દિન-પ્રતિદિન વિકાસ થઇ રહેલ છે અને શહેરની અંદરનો વિસ્તાર જુની બાંધણીનો છે,વાહન પાર્કિંગની જગ્યાઓનો અભાવ હોવાથી.દિન પ્રતિદિન ટુ વ્હીલર,થ્રી વ્હીલર અને એલ.એમ.વી વાહનોની સંખ્યામાં વધારો થઇ રહેલ છે. તેમજ મોટા વાહનો શહેરી વિસ્તારમાંથી પસાર થવાના કારણે વાહનોના ઘોંઘાટથી અવાજનું પ્રદુષણ તથા વાહનોમાંથી નીકળતા ધુમાડા હવાનું પ્રદુષણ થાય છે. શહેરી વિસ્તારમાંથી પસાર થતા હાઇવેની બંન્ને સાઇડે કોર્મશિયલ બિલ્ડીંગો તથા નજીકમાં રહેણાંક સોસાયટીઓ આવેલ છે. જેના કારણે શહેરની ટ્રાફિક સમસ્યામાં વધારો થયેલ છે. જેની સીધી અસર કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાના આરોગ્યને થાય છે. જેમાં મહેસાણા શહેરમાં પસાર થતા ભારે વાહનો જેવા કે ટ્રક,ટ્રર્બો,ડમ્પર,ટ્રેલર વિગેરે પસાર ન થાય તે સારૂ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ડાયવર્ઝન આપેલે છે. આ જાહેરનામાનો અમલ 08 જાન્યુઆરી 2021 સુધી કરવાનો રહશે. _
રામોસણ બ્રિજથી જનપથ હોટલ(બહુચરાજી ત્રણ રસ્તા) તથા રામપુરા ચોકડીથી માનવ આશ્રમ ચાર રસ્તા સુધીના રોડ ઉપર કોઇપણ ભારે વાહન સવારના 08-00 કલાકથી રાત્રીના 22-00 કલાક સુધી સંપુર્ણ પ્રવેશબંધી રહેશે.ઉપર મુજબની પ્રવેશબંધી અમલી બનતાં નીચે મુજબ ડાયવર્ઝન રહેશે
(1) પાલનપુર તરફના રોડથી આવતા તથા અમદાવાદ તરફ જતા વાહનો ફતેપુરા સર્કલથી બાયપાસ રોડથી,પાંચોટ બાયપાસ સર્કલ થઇ,નુગર બાયપાસ સર્કલથી મોટપ ચોકડીથી મીઠા ચોકડી અને મીઠા ચોકડીથી સુવિધા ચોકડીથી શિવાલા સર્કલ પસાર કરી અમદાવાદ તરફ જશે.
(2)અમદાવાદ તરફના રોડથી આવતા અને પાલનપુર તરફ જતા વાહનો શિવાલા સર્કલ બાયપબાસ રોડ થઇ સુવિધા સર્કલથી મીઠા ચોકડી,મોટપ ચોકડીથી નુગર બાયપાસ સર્કલ થઇ,પાંચોટ બાયપાસ સર્કલથી,ફતેપુરા સર્કલથી પાલનપુર તરફ જશે
(3)અમદાવાદ તરફના રોડથી આવતા અને હિંમ્મતનગર તરફ જતા વાહનો શિવાલા સર્કલથી પાલાવાસણા ત્રણ રસ્તાથી,રામપુરા ચોકડી થઇ,વિજાપુર/હિંમ્મતનગર તરફ જશે.
(4)પાલનપુર તરફના રોડથી આવતા અને વિજાપુર હિંમ્મતનગર તરફ જતા વાહનો ફતેપુરા સર્કલથી,બાયપાસ રોડ પાંચોટ સર્કલ,નુગર સર્કલથી મોટપ ચોકડીથી મીઠા ચોકડી થઇ રાધે સર્કલથી,ડાબી તરફ પ્રવેશ કરી મહેસાણા-બહુચરાજી ત્રણ રસ્તા,જનપથ હોટલની સામેથી,પાલાવાસણા સર્કલ થઇ વિજાપુર હિંમ્મતનગર તરફ જશે.
(5)પાલનપુર તરફના રોડથી આવતા અને વિસનગર તરફ જતા વાહનો ફતેપુરા સર્કલથી,રામોસણા બ્રિજ નીચે ડાબી બાજુ થઇ,વિસનગર લિન્ક રોડ આંબેડકર બ્રિજ ઉપર પસાર થઇ માનવ આશ્રમ ચાર રસ્તા થઇ,વિસનગર તરફ જશે.
(6) બહુચરાજી તરફના રોડથી આવતા અને પાલનપુર તરફ જતા વાહનો મીઠા ચોકડી,મોટપ ચોકડી થઇ નુગર બાયપાસ સર્કલ થઇ,પાંચોટ બાયપાસ સર્કલ થઇ,ફતેપુરા સર્કલથી પાલનપુર તરફ જશે તેજ પ્રમાણે બહુચરાજી તરફના રોડથી આવતા અને અમદાવાદ તરફ જતા વાહનો રાધે બાયપાસ સર્કલ થઇ,શિવાલા સર્કલ થઇ અમદાવાદ તરફ જશે.
(7) મોઢેરા તરફના રોડથી આવતા અને અમદાવાદ તરફ જતા વાહનો મોટપ ચોકડીથી મીઠા ચોકડી થઇ રાધે બાયપાસ સર્કલ થઇ,શિવાલા સર્કલથી અમદાવાદ તરફ જશે, તેજ રીતે મોઢેરા તરફના રોડથી આવતા અને પાલનપુર તરફ જતા રોડના વાહનો નુગર બાયપાસ સર્કલથી,પાંચોટ બાયપાસ સર્કલ થઇ,ફતેપુરા સર્કલથી પાલનપુર તરફ જશે.
(8)વિજાપુર તથા હિંમ્મતનગર તરફના રોડથી આવતા અને પાલનપુર તરફ જતા વાહનો રામપુરા ચોકડીથી,પાલાવાસણા થઇ,નુગર બાયપાસ સર્કલ થઇ,પાંચોટ બાયપાસ સર્કલ થઇ,ફતેપુરા સર્કલથી પાલનપુર તરફ જશે.
(9) રાધનપુર,મોઢેરા,તથા બેચરાજી તરફના રોડથી આવતા અને વિજાપુર- હિમ્મતનગર તરફ જતા વાહનો મહેસાણા,બહુચરાજી રોડ રાધે સર્કલથી,જનપથ હોટલ(બહુચરાજી ત્રણ રસ્તા) થી,પાલાવાસણા સર્કલથી,રામપુરા ચોકડી થઇ,વિજાપુર હિંમ્મતનગર તરફ જશે તેજ પ્રમાણે વિજાપુર-હિંમ્મતનગર તરફથી આવતા અને બહુચરાજી,મોઢેરા તથા રાધનપુર તરફ જતા વાહનો રામપુરા ચોકડી થઇ,પાલાવાસણા સર્કલ થઇ,જનપથ હોટલ (બહુચરાજી ત્રણ રસ્તા)થી રાધે બાયપાસ સર્કલ થઇ બહુચરાજી,મોઢેરા તથા રાધનપુર તરફ જશે.
(10) ગાંધીનગર-ગોઝારીયા તરફના રોડથી આવતા વાહનો રામપુરા ચોકડીથી પાલાવાસણા સર્કલ થઇ,જનપથ હોટલ સામે(બહુચરાજી ત્રણ રસ્તા)થી,રાધે બાયપાસ સર્કલથી, બાયપાસ રોડ ઉપર થઇ ફતેપુરા સર્કલથી પાલનપુર તરફ જશે તેજ પ્રમાણે પાલનપુર તરફના રોડથી આવતા અને ગોઝારીયા-ગાંધીનગર જતા વાહનો ફતેપુરા સર્કલથી,બાયપાસ સર્કલથી ડાબી સાઇડે વળી જનપથ હોટલ સામે (બહુચરાજી ત્રણ રસ્તા)થી પાલાવાસણા ચોકડી થઇ રામપુરા ચોકડી થઇ ગોઝારીયા ગાંધીનગર તરફ જશે.
વાહન ડાયવર્ઝનનો નીયમ કોને કોને લાગુ પડશે નહી
આ હુકમ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ,મહેસાણામાં ખેત પેદાશો લઇ,અનાજ શાકભાજી અને ફળ-ફળાદી માર્કેટમાં વેચાણ અર્થે આવતા ખેડુતોના ભારે વાહનો તેમજ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ મહેસાણાના વ્યપારીઓ તરફથી ખરીદાયેલ ખેતપેદાશો,અનાજ,શાકભાજી અને ફળ ફળાદી માલના નિકાસ સારૂ શહેરની બહાર જતા ભારે વાહનો,સરકારી એસ.ટી બસ,લશ્કરના વાહનો,એમ્બ્યુલન્સ,ફાયર ફાઇટર,સ્કુલ બસ વાહનો (તેમના રજિસ્ટ્રેશન વાહનોની યાદી પોલીસ અધિક્ષકશ્રીને સોંપવાની રહેશે)સરકારી વાહનો તથા દુધ સાગર ડેરીના ટેન્કરોને લાગું પડશે નહિ.
તેમજ જિલ્લા મેજી્સ્ટ્રેટ-અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ખાસ લેખિત હુકમ દ્વારા મંજુરી આપે તેવા ભારે વાહનોને આ હુકમ લાગુ પડશે નહિ,આ ઉપરાંત અધિકૃત રીતે પત્ર દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રાઇવેટી લી કંપની,એજન્સીના ભારે વાહનોને શહેરમાં પ્રવેશવાની જાહેરનામામાથી મુક્તિ આપેલ છે.તેઓને આ જાહેરનામું લાગુ પડશે નહિ તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટની અખબારી યાદીમાં જણાવાયું છે.