હાર્દીક_ડીનાઈડ : હાર-જીતના કારણે તો વેપારી પાલા બદલે વિચારધારાના અનુયાયી નહી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતની પેટાચુંટણીમાં કોન્ગ્રેસનો રકાશ થવાની કોન્ગ્રેસના નેતાઓ ઉપર એમની સ્ટ્રેટેજી અને સંગઠન ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે હાર્દીક પટેલ ઉપર પણ અલગથી ચર્ચા થઈ રહી છે. તમામ આઠ બેઠકો ઉપર કોન્ગ્રેસની હાર થતા ચર્ચાઓ શરૂ થઈ હતી કે હાર્દીક પટેલ પોતાનુ કરીયર બચાવી રાખવા હવે ભાજપમાં જોડાઈ જશે. સૌરાષ્ટ્રની પેટાચુંટણીમાં પાટીદાર મતોની સંખ્યા વધુ હોવાથી અને ત્યા એને ખુબ પ્રચાર કર્યો હોવા છતા પણ કોન્ગ્રેસ એક પણ શીટ ના જીતી શકી હોવાથી એની ઉપર સવાલો તેના વિરોધીઓથી લઈ સામાન્ય લોકો પણ કરી રહ્યા છે. 

સૌરાષ્ટ્રમાં પાટીદાર બહુમત ધરાવતી શીટો ઉપર પણ કોન્ગેસની હાર થતા હાર્દીક પટેલના વિરોધીઓ દ્વારા તેનો કરીશ્માં પાટીદાર કોમ્યુનીટીમાં ઓછો થઈ ગયો છે એવા આરોપ થઈ રહ્યા છે. કોન્ગ્રેસમાંથી ભાજપમાં જવા વાળા ધારાસભ્યોના કારણે ગુજરાતમાં પેટાચુંટણીનો વારો આવ્યો હતો. જેથી કોન્ગ્રેસે ગદ્દાર નો મુદ્દો મુખ્ય રીતે જોર શોર થી ઉપાડ્યો હતો. તેમ છતા કોન્ગ્રેસના આવા મુદ્દા જનતા સુધી પહોંચી શક્યા ના હોવાથી તેઓનો ફીયાસ્કો થયો હતો. પેટાચુંટણીમાં હાર્દીક પટેલે અનેક સભાઓ યોજી કોન્ગ્રેસના ઉમેદવારોને જીતાડવાની અપીલ કરી હતી. પરંતુ તમામ બેઠકો ઉપર ભાજપનો વિજય થતા તેના વિરોધીઓ દ્વારા આક્ષેપો શરૂ થઈ ગયા હતા કે એનુ કોન્ગ્રેસમાં પોલીટીકલ કરીયર ખતમ થઈ ગયુ છે. પાટીદાર કોમ્યુનીટીમાં પણ તેનો પ્રભાવ ઓછો થઈ ગયો છે. જેથી તેને પોતાનુ કરીયર બચાવી રાખવુ હોય તો એને ભાજપ સાથે જોડાઈ જવુ જોઈયે. 

આવી પોલીટીકલ ચર્ચા શરૂ થઈ હોવાથી હાર્દીક પટેલે કહ્યુ હતુ કે હાર જીત ના કારણે વેપારીઓ પોતાના પક્ષ બદલતા હોય છે, વિચારધારાના અનુયાયીઓ નહી. લડીશ,જીતીશ અને છેલ્લા શ્વાસ સુધી કોન્ગ્રેસમાં રહીશ.હાર્દીકે આ ટ્વીટ કરી તેમના તમામ આલોચકો દ્વારા ઉભી કરાયેલી ચર્ચા ઉપર પુર્ણ વિરામ મુકી દીધુ હતુ.

કોન્ગ્રેસનો તમામ શીટો ઉપર પરાજય થતા કોન્ગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જનતા અને રાજનીતી ઉપર વ્યંગ કરતા કહ્યુ હતુ કે પરિણામ ઈ અમારી ‘ઊણપો’નો અરિસો, “જનાદેશ”નો નત મસ્તકે સ્વીકાર કરુ છુ, મંદી, મોંઘવારી તથા બેરોજગારીને હરાવી કાળાધનના કોથળાઓનો જ્વલંત વિજય, ભાજપના “ભાઈ” અને “ભાઉ” સહિત વિજેતા ઉમેદવારોને અંતરથી અભિનંદન, આઝાદીની લડાઈમા અડીખમ ઊભેલા કોંગ્રેસી કાર્યકરોને સલામ..!

અમીત ચાવડાએ પણ ગઈ કાલના પેટાચુંટણીના નિવેદનમાં જણાવ્યુ હતુ કે રાજ્યસભાની એક બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ કૉંગ્રેસના ધારાસભ્યોને પક્ષ પલટો કરાવતા કોરોનાના કપરા કાળમાં પ્રજાના માટે 8 બેઠકોની ચૂંટણી આવી હતી. જે લોકોએ સત્તાના જોરે, પૈસાના જોરે આ ચૂંટણીઓમાં ઝંપલાવ્યું તેમને પ્રજા હરાવશે તેવું અમારું અનુમાન હતું. અમને એવું હતું કે પ્રજા ગદ્દારોને સબક શિખવાડશે પરંતુ લોકશાહીમાં પ્રજાનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ. અમે હારના કારણો ચકાસીશુ અને ફરીથી પ્રજાની વચ્ચે પ્રજાના પ્રશ્નો લઈને જઈશું. આ વિષય સ્થિતિમાં પણ ભાજપ સામે લડ્યા તે બદલ કાર્યકર્તાઓને અભિનંદન”

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.