સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે નવરાત્રી મહોત્સવ “થનગનાટ-૨૦૨૨” યોજાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા :  સાંકળચંદ પટેલ યુનિવર્સિટી,વિસનગર દ્વારા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃતિઓની સાથે સાથે ભારતીય યુવાધનમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવા માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જગત જનની માં અંબેના પાવન પર્વ નવરાત્રી મહોસ્તવની ઉજવણી ના ભાગરૂપે યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ગરબા પ્રોગ્રામ “થનગનાટ” આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યુનિવર્સિટી ખાતે તારીખ ૩૦ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોમ્બરના રોજ શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસથી ભરપુર ગરબા મહોસ્તવ “થનગનાટ-૨૦૨૨” નું આયોજન કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટી દ્વારા આયોજીત સાંસ્કૃતિક ગરબા કાર્યક્રમમાં યુનિવર્સિટી અને સંલગ્ન સંસ્થાઓના ૯૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો ભાગ લેશે. જેમાં તારીખ ૩૦ સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત ગુજરાતી લોકગાયક ઓસમાન મીર અને ૧ ઓક્ટોબરના રોજ “ભલા મોરી રામા” ફેમ અરવિંદ વેગડા પોતાના ગીતોથી ગરબાની રમઝટ બોલાવશે અને ગરબા ખેલૈયાઓને પોતાના સૂરોના તાલે ગરબે ઘુમાવશે. આ નિમિત્તે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું

કે દર વર્ષે મા અંબાની આરાધનના પવિત્ર તહેવાર નવરાત્રીમાંનું આયોજન કરવામાં આવે છે જેમાં પાછલા બે વર્ષોમાં કોરોનાને લીધે આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું પણ જયારે હવે આપણે કોરોના મહામારીમાથી નીકળી ગયા છીએ ત્યારે ફરી એક વાર ભવ્યતાથી મા અંબાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે. બે દિવસીય ગરબા મહોસ્તવને સફળ અને ભવ્ય બનાવવા માટેનું આયોજન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. ડી.જે શાહ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા ઉત્સાહ પૂર્વક કરવામાં આવેલ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.