કોંગ્રેસના પીઢ નેતા અને પુર્વ કેન્દ્રીય મંત્રી મણીશંકર ઐય્યરે હવે પક્ષને જ મુશ્કેલીમાં મુકે તેવો નવો વિવાદ સર્જયો છે
ઐય્યર ભૂતકાળમાં પણ વિવાદી વિધાનો કરી ચૂકયા છે અને તેના કારણે કોંગ્રેસને પણ અનેક વખત ચૂંટણી સમયે જ મુશ્કેલી પડી છે
ગરવી તાકાત, તા. 10 – લોકસભા સહિતની ચૂંટણીઓ સમયે વિવાદાસ્પદ વિધાનોથી જાણીતા કોંગ્રેસના પીઢ નેતા અને પુર્વ કેન્દ્રીય મંત્રી મણીશંકર ઐય્યરે હવે પક્ષને જ મુશ્કેલીમાં મુકે તેવો નવો વિવાદ સર્જયો છે. અગાઉ સામ પિત્રોડાએ વારસદાર ટેકસ અને ભારતીયોના ચામડીના રંગના મુદે કરેલા વિધાનોમાં કોંગ્રેસ ભરાઈ પડી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપને આક્રમણનું કારણ આપી દીધુ હતું તે સમયે ઐય્યરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતે પાકિસ્તાનને સન્માન આપવું જોઈએ.
કારણ કે પાડોશી દેશ પાસે અણુબોમ્બ છે જો આપણે તેને સન્માન નહી આપીએ તો તે ભારત પર અણુબોમ્બનો હુમલો કરવાનું વિચારી શકે છે. શ્રી ઐય્યર ભૂતકાળમાં પણ વિવાદી વિધાનો કરી ચૂકયા છે અને તેના કારણે કોંગ્રેસને પણ અનેક વખત ચૂંટણી સમયે જ મુશ્કેલી પડી છે.
તેઓએ પાકિસ્તાન માટે કહ્યું કે, આપણે જો પાકિસ્તાન સાથે વાતચીત નહી કરીએ કારણ કે આતંકવાદ છે તો સમજવું જરૂરી છે કે આતંકવાદને ખત્મ કરવા વાટાઘાટ જરૂરી છે. પાકિસ્તાન જો વિચારશે કે ભારત અહંકાર સાથે દુનિયામાં તેમને (પાકિસ્તાનને) નાનુ અને નબળુ દર્શાવવા પ્રયત્ન કરી રહ્યું છે તો તેમાં પાકિસ્તાનમાં કોઈ પણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.
આપણી પાસે પણ અણુબોમ્બ છે પણ શું આપણે લાહોર પર તે ફેકવાની કદી વાત કરી શકીએ. તેનુ રેડીએશન તો અમૃતસર પહોંચતા આઠ સેકન્ડ પણ નહી લાગે જો આપણે જો પાકિસ્તાનની ઈજજત કરશુ તો તે શાંત બેસી રહેશે નહીતર ભારત પર અણુબોમ્બ ફેંકશે. અત્રે મહત્વની બાબત છે કે પાકિસ્તાન કદાચ અણુબોમ્બ ફોડશે તો માત્ર એક જિલ્લો કે એક રાજ્ય સાફ કરશે પરંતુ જો ભારત અણુબોમ્બ ફોડશે તો આખુ પાકિસ્તાન સાફ થઇ જશે એ મણીશંકર એૈયર જેવા અક્કલના ઓથમીરોને સમજાવો…….