ગરવી તાકાત પાટણ : પાટણ શહેરમાં શહેર ની ગાયત્રી મંદિર સામે આવેલ મહાદેવ નગર સોસાયટીમાં વરસાદના પાણીના નિકાલ માટે વારંવાર પાટણ નગરપાલિકામા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ જાતનુ નિરાકરણ ના આવતા મહાદેવ નગર સોસાયટી ના રહીશોએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષો એ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો. પાટણ શહેરમાં ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલ મહાદેવ નગર સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીમાં વરસાદના પાણીના નિકાલ માટે વારવાર પાટણ નગરપાલિકામા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ જાતનુ નિરાકરણ ના આવતા મહાદેવ નગર ના રહેશો એ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષો એ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં
તેવા બેનરો લગાડી ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સોસાયટી માં લગાવેલ બોર્ડ માં લખ્યું છે કે, અમો વોર્ડ નં.૬ ના મહાદેવનગર સોસાયટી ના તમામ રહીશોએ વરસાદી પાણી ના નિકાલ માટે ઘણા વર્ષોથી વારંવાર લેખિત, મૌખિક તેમજ રૂબરૂ રજૂઆત કરવાથી આજ દિન સુધી કોઈપણ જાતનું નિરાકરણ ન આવવાથી અમો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. આથી કોઈપણ રાજકીય પક્ષો એ ચૂંટણીનો પ્રચાર કરવા અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ.“પહેલા કામ પછી જ વોટ” તેવું બેનર માં જોવા મળ્યું છે.