મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વિપુલ ચૌધરીએ વિપુલ માત્રામાં 11.84 લાખનો શંકાસ્પદ નકલી જીરાનો જથ્થો કબજે કર્યો
ઊંઝામાં આવેલી શ્રી વિષ્ણુ ટ્રેડર્સ નામની ફેકટરીમાં ચાલતો હતો નકલી જીરૂ બનાવવાનો કાળો કારોબાર
ગરવી તાકાત, મહેસાણા તા. 10 – સમગ્ર એશિયાખંડમાં જીરૂના વેપાર માટે ઊંઝા શહેર જીરૂનું હબ માનવામાં આવે છે. લાખો કરોડો રૂપિયાનો જીરૂનો ઊંઝા હબમાંથી થાય છે. પરંતુ ઊંઝા આસપાસના નાના મોટા ગામડાઓમાં તેમજ ખુણે ખાંચરે જીરાની ફેકટરીઓ ખુલ્લા ખેતરમાં ગોડાઉન બનાવીને નકલી જીરાનો ગોરખધંધો કરવામાં આવી રહ્યો છે. જેમાં 13 કિલો લીલા કલરનો જથ્થો પણ કબજે લેવામાં આવ્યોં છે.
જીરામાં મિક્સ રંગ, વરિયાળી, કેમિકલ, ગોળ સહિતની વિવિધ વસ્તુઓની ભેળસેળ કરીને જીરૂ દેશના અન્ય રાજ્યોમાં તેમજ વિદેશમાં મોકલવામાં આવી રહ્યું છે. ત્યારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી વિપુલ ચૌધરીએ છેલ્લા બે દિવસથી ઊંઝા ખાતે આવેલી નકલી જીરૂ બનાવતી આ ફેકટરીમાં રેકી કર્યા બાદ જેમ નાયક ફિલ્મમાં અનિલકપુર રીક્ષામાં બેસીને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે
તેમ આ અધિકારી વિપુલ ચૌધરી પણ રેકી કર્યા બાદ રીક્ષામાં બેસીને ઊંઝાના એસ એલોનની પાછળ ઊંઝા હાઇવે રોડ પર આવેલી શ્રી વિષ્ણુ ટ્રેડર્સ નામની સ્વયં નારણની ફેકટરીમાં રાજપૂત નારણસિંહ પહાડસિંહની ફેકટરીમાં રેઇડ કરતાં 50 કિલો વજનના 236 શંકાસ્પદ નકલી જીરાના કટ્ટા મળી આવ્યાં હતા. જેમાં કુલ 11849 કિલોગ્રામ જીરાનો જથ્થો કબજે કરી કુલ રૂપિયા 11,84,900ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.