ઇકો કારનો ચાલક કાર મુકી અંધારાનો લાભ લઇ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો
ગરવી તાકાત, મહેસાણા તા. 10- ઊંઝા હાઇવે રીલાયન્સ સર્કલ નજીક નવા રેલવે સ્ટેશન જવાના રોડ પરથી પરપ્રાંતિય વિદેશી શરાબનો જથ્થો તથા ઇક્કો ગાડી મળી કુલ રૂપિયા 3,55,292નો મુદ્દામાલ ઊંઝા પોલીસે ઝડપી પાડ્યોં હતો.
મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે મહેસાણા જિલ્લામાં પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃતિ પર બાજ નજર રાખવા આપેલા આદેશ મુજબ વિસનગર ના.પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણના માર્ગદર્શન અનુસાર ઊંઝા પીએસઆઇ એમ.બી. સિંઘવ, એએસઆઇ મહેન્દ્રભાઇ, અહેકો. ઇરફાનબેગ, અહેકો. વિષ્ણુભાઇ, જગદીશકુમાર, અપોકો. ભાવેશકુમાર સહિતનો સ્ટાફ બ્રાહ્મણવાડા પેટ્રોલીંગમાં હતા
તે દરમિયાન ઇકો કાર નં. જી.જે.27-એએ-9146નો ચાલક બ્રાહ્ણવાડા ચેક પોસ્ટથી નાસી ગયેલ છે. જે ફોન આવતાં એમ.બી. સિંઘવ સહિતનો સ્ટાફ ઇકો કારને મકતુપુર હાઇવે રોડેશ્વર મહાદેવ મંદિર પાસે બોલાવતાં કાર ઉભી રાખેલ નહી જેનો પીછો કરતાં ઊંઝા હાઇવે રીલાયન્સ સર્કલ પાસે નવા રેલવે સ્ટેશને જવાના રો પર ઇકકો કાર મુકી અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો જ્યારે કારમાં તપાસ કરતા પપ, 292ની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો તથા 3 લાખની કાર મળી કુલ રૂપિયા 3,55,292નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.