મેમો ભરવો જ પડશે : ઈ-મેમો ન ભરનારા સામે કરાશે FIR અને શરૂ થશે ઈ-કોર્ટ પ્રોજેક્ટ

શેર કરવા અહીં ક્લિક કરો.

પોલીસ સુવિધા માટે અવનવા નિયમો લાવી અને પબ્લિક તે નિયમોનાં તોડ લાવે આ બાબત જાણે આપણો નિયમ બની ગઈ છે. થોડા સમય પહેલા અકસ્માત ઓછા થાય અને રાજ્યમાં કાયદો વ્યવવસ્થા જળવાય, ટ્રાફિકની સમસ્યા સર્જાય નહિ તેવા હેતુથી રાજ્યભરમાં સીસીટીવી દ્વારા મોનીટરીંગ શરુ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ટ્રાફિકનાં નિયમોનું પાલન નહિ કરનારને ઓટોમેટીક મેમો આપવાનું શરુ કરાયું હતું પરંતુ લોકો ટ્રાફિકનાં નિયમો પણ તોડતા રહ્યા અને મેમો પણ બરાબર ભરતા નહિ.

જોકે કેટલાક મેમો ખોટી રીતે પણ જનરેટ થતા હતા. પરંતુ લોકો યોગ્ય રીતે ટ્રાફિકનાં નિયમોનું પાલન કરે અને બરાબર મેમો ભરે એ માટે કોર્ટે આકરું વલણ દેખાડ્યું છે. હવે રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ઈ-મેમોની સાથે સીધી એફઆઈઆર પણ દાખલ થઇ શકશે એવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે.

વધુ વિગત અનુસાર ઈ મેમોના દંડની રકમની ભરપાઇ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યમાં ટ્રાફિક નિયમો કડક બનાવવા અંગે સૌથી મોટા સંકેત આપ્યા છે. રાજ્યમાં ટૂંક સમયમાં ઈ-કોર્ટ પ્રોજેકટ શરૂ કરાશે. જેમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા વિરૂદ્ધ FIR થશે. ટ્રાફિક નિયમનું પાલન નહીં કરનારા વિરુદ્ધ ઈ-મેમો સાથે ફરિયાદ થશે. ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા લોકો વિરૂદ્ધ હાઇકોર્ટે સૌથી મોટી ટકોર કરી છે.

હાઇકોર્ટે કહ્યું કે, ‘ઈ-મેમો ન ભરનારા સામે FIR કરો.’ ઉપરાંત ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ઈ-મેમોની સાથે સીધી એફઆઈઆર પણ દાખલ કરવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે 120 કરોડથી પણ વધુના દંડની વસૂલાત નહિ થઈ હોવાની અરજદારની રજૂઆત ઉપર સુનાવણી ચાલી રહી હતી અને હવે 1જુલાઈના રોજ આગામી સુનાવણી થશે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.