કડી પટેલ ભુવન પાસે આવેલ ફોન વાલે ની દુકાન માં રાત્રી દરમ્યાન તસ્કરો ત્રાટકયા

શેર કરવા અહીં ક્લિક કરો.

— મોબાઇલ ની પાછળ ના ભાગની દીવાલ માં બાકોરૂ પાડી દુકાન માંથી કુલ 1,75,000 /- લાખ રૂપિયા નો મુદ્દામાલ ની ચોરી કરી ફરાર :

ગરવી તાકાત મહેસાણા : કડી માં થોડાક સમય થી તસ્કરો માટે જાણે એપી સેન્ટર બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. તસ્કરો નો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કડી પટેલ ભુવન પાસે આવેલ ફોન વાલે  મોબાઈલ ની દુકાન માં તસ્કરો રાત્રી નો મોકો ઉઠાવી હાથ ફેરો કરી ગયા હતા.
ફોન વાલે મોબાઈલ શોપ ની બાજુમાં આવેલ પશુ દવાખાના માંથી મોબાઇલ શોપ ની  પાછળ ના ભાગની દીવાલ માં બાકોરૂ પાડી ને દુકાન માં ધૂસી ગયા હતા.
દુકાન માં રહેલ અલગ અલગ કંપની ના મોબાઈલ તથા એસેસરીઝ ની ચોરી કરીને કુલ કિંમત 1,75,000/- લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ને છૂમંતર થઈ ગયા હતા. મોબાઇલ શોપ માં રહેલ સી.સી.ટી.વી. કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી જેના આધારે ફોન વાલે મોબાઇલ શોપ ના માલિક તેજશ પટેલ કડી પોલિસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.