મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોર્ડે બળાત્કારના ફરાર આરોપીને ઝડપી પાડી સેન્ટ્રલ જેલમાં ધકેલ્યો !

શેર કરવા અહીં ક્લિક કરો.

બળાત્કારના ગુનામાં 10 વર્ષની સજા ભોગવતો મહેસાણાનો એક શખ્સ અમદાવાદની સેન્ટ્ર્લ જેલમાંથી પેરોલ પર બહાર નીકળી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસ આ ફરાર ગુનેગારને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા હતા. મહેસાણા તાલુકા પોલીસ મથકે ઠાકોર ભરતજી નાથુજી, રહે – તરભ,તા. વિસનગરવાળા વિરૂધ્ધ ગુનો દાખલ થયો હતો. જે બળાત્કારના ગુનામાં 10 વર્ષની સજા ભોગવતો હતો. 

આરોપી સજા દરમ્યાન તારીખ 01-06-2021 ના રોજ 30 દિવસની પેરોલ પર બહાર નિકળ્યો હતો. પરંતુ 30 દિવસ બાદ પરત ફરવાની જગ્યાએ આરોપી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી દરમ્યાન મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોર્ડને બાતમી મળી હતી કે, સદર આરોપી સાબરકાંઠા જીલ્લાના ધોઈ ગામે તેની ફોઈના ઘરે રહે છે. બાતમી આધારે પેરોલ ફ્લો સ્ક્વોર્ડની ટીમે ખેડબ્રહ્માના ધોઈ ગામે પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપીનો કોવીડ ટેસ્ટ કરાવી તેને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં ધકેલવામાં આવ્યો હતો. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.