દારૂ પીધેલી હાલત ઓફિસમાં ઘુસી જઈ વીએલઈ એ એફઆઈઆર કરવાની ધમકી આપી લેપટોપ ને એ લઈ લીધા
ગતરોજ મહેસાણાના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકરના કાર્યાલય ઉપર સીધેસીધાં પર્સનલ ચેમ્બરમાં બે શખ્સો ઘુસ્યા હતા. એમાંથી એક ઈસમે પોતાની ઓળખ ધવલ ચૌહાણ ડીપીઓ ઓફિસના અધિકારી તરીકે આપી હતી. જેઓ દારૂના નશામાં પણ હતા જેને ઓફિસમાં ઘુસી જઈને તમે ખોટા આયુષમાન કાર્ડ કાઢો છો, તેમ કહી અન્ય એક વ્યક્તિ આશિષ બારોટ જેની ઓળખ ડિસ્ટ્રીકટ મેનેજર સી એસ સી તરીકેની આપી હતી તેને આદેશ કરતા કે લેપટોપને એ ઉઠાવી જપ્ત કરો અને આપડી સાથે લઈ લો અને આમની ઉપર એફ આઈ આર દાખલ કરો તેવી ધમકીઓ આપી હતી. લેપટોપને એ પડાવી લેવા તેમજ પૈસાનો તોડ કરવાના સ્પષ્ટ ઈરાદા હતા.
આ સામાજિક કાર્યકરે સીએસસીનો કોડ લેવા માટે એપ્લાય જ કરેલું હોવાથી અને તેમની પણ જિલ્લા પંચાયતમાં ઓળખ હોવાથી અને આવેલા વ્યક્તિઓની હિલચાલ શંકાશીલ જણાતા તેમને જિલ્લા પંચાયતમાં તાત્કાલિક સંપર્ક કરેલ જેથી આ તાપસનું નાટક કરનાર વ્યક્તિઓ ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.
એક તરફ સરકાર લોકોને સુવિધાઓ મળી રહે તે હેતુથી નવા વધુને વધુ સેન્ટરો આપી રહી છે. એવામાં જે લોકો ફક્ત અને ફક્ત પૈસાના ઉઘરાના કરી રહ્યા છે તેવા વી.એલ.ઈ.ઓ ને ફાયદો કરાવવા આવા સામાજિક કાર્યકરો ને ખોટી રીતે હેરાન કરે છે. જે વ્યક્તિ એ પોતાની ઓળખ જિલ્લા પંચાયત અધિકારી તરીકે ની આપી તે ધવલ ચૌહાણ નું લાયસન્સ તાત્કાલિક રદ કરવા અને જેમને પોતાની ઓળખ આશિષ બારોટ ડિસ્ટ્રીકટ મેનેજરની આપી હતી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં આરોગ્ય અધિકારી ને ફરિયાદ કરી છે.
નકલી અધિકારી તરીકે આવેલા ઈસમ આશિષ બારોટએ સામાજિક કાર્યકરને ધમકી આપી હતી કે, જો તમે ફરિયાદ કરશો તો તમે મંગેલો નવો અરજી કરેલો કોડ હું રદ કરી દઈશ, અને વારંવાર તોડ કરતી આવી તોડબાજ ટોળકીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મહેસાણા જિલ્લામાં રાવ ઉઠવા પામી છે.
આ મામલે સામાજિક કાર્યકરે પણ અવાજ ઉઠાવ્યો છે, કે આ રિતે તોડ કરતા ધ્યાને આવશે તો જિલ્લા પંચાયતથી વડી કચેરી અને છે ક મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવશે અને જો મનસ્વી રીતે મારો કોડ રદ થશે તો ગાંધીચીંધ્યા માર્ગે સરકાર સુધી આવા વ્યક્તિઓ ની ફરિયાદ કરવામાં આવશે.