મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘરફોડ ચોરીને અંજામ આપતાં ગેંગના ૩ શખ્સોને દબોચી લીધા

શેર કરવા અહીં ક્લિક કરો.

— માનવ આશ્રમ ચોકડી પાસેથી ઝડપાયેલી તસ્કર ટોળકી પાસેથી એલસીબીએ ૪૬ હજારનો મુદ્દામાલ રીકવર કર્યો :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા દાહોદ ગેંગના ત્રણ શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી લઇ તેમની કડક પુછપરછ કરી તેમની પાસેથી રૂા. ૪૬ હજારનો મુદ્દામાલ રીકવર કરી હજુ અન્ય કેટલી ઘરફોડ સહિતની ચોરી તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે તે અંગેની સઘન તપાસ પોલીસે હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરી તથા મંદિરમાં ચોરી તથા લૂંટની ઘટનામાં સંડોવાયેલા દાહોદ ગેંગના ત્રણ નિશાચરો મહેસાણાના માનવ આશ્રમ ચોકડીથી સવાલા રોડ ઉપર કોઇ પ્લાન બનાવી રહ્યા હતા

આ દરમિયાન મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીઆઇ એ.એમ.વાળા તથા એલસીબી પીએસઆઇ એસ.બી.ઝાલા, એએસઆઇ હીરાજી, અનિલકુમાર, નરેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, દિનેશભાઇ, રત્નાભાઇ, જયવીરસિંહ, ઇશ્વરભાઇ, તેજાભાઇ, રોહિતભાઇ દિલીપભાઇ, આશાબેન સહિતની ટીમે બાતમીના આધારે

સવાલા તાલુકો વિસનગર દરગાહ રોડ પાસે 3 શંકાસ્પદ વ્યકિતઓ ઉભા હોઇ તેઓની પુછપરછ કરવામાં આવતાં લીલેશભાઇ જામુભાઇ ભુરીયા, રહે. ગુવાલી, તા.મેઘનગર મધ્યપ્રદેશ, મોતીભાઇ ડુંગરસીભાઇ માવી રહે. હિમાલા તથા અન્ય એક સગીર આરોપી મળી કુલ ત્રણ શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જેમાં પોલીસની કડક પુછપરછ દરમિયાન આ શખ્સો મહેસાણા જિલ્લામાંથી ૫ ઘરફોડ ચોરી તથા એક લૂંટની ઘટનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ પુછપરછમાં બહાર આવ્યું હતું. જ્યારે આ ત્રણેય શખ્સો પાસેથી પોલીસે રૂા. ૪૬ હજારનો મુદ્દામાલ પરત મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.