ગુજરાતમાં કોલસાનું મસમોટું કૌભાંડ : ૬૦ લાખ ટન કોલસો રસ્તામાંથી જ ગાયબ??

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત ગાંધીનગર:  રાજ્યમાં કોલસાને બારોબાર વેચી દેવાનો કૌભાંડ બહાર આવ્યો છે, અધધ કરોડનો આ કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યમાં મોકલવામાં આવેલા ૬૦ લાખ ટન કોલસો રસ્તામાંથી જ ગાયબ થવાના અહેવાલ સામે આવી રહ્યા છે. કોલ ઇન્ડિયાની વિવિધ કોલસાની ખાણોમાંથી નીકળતો કોલસો ગુજરાતના લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને આપવાને બદલે ગુજરાત સરકાર દ્વારા નામાંકિત કરાયેલી એજન્સીઓ બારોબાર અન્ય રાજ્યોના ઉદ્યોગોને વેચી દે છે અને તગડો નફો કમાઈ લે છે.

છેલ્લાં ૧૪ વર્ષથી આ રીતે આવતો કોલસો આ એજન્સીઓએ કાળાબજારીમાં વેચી દઈ ૬ હજાર કરોડ રૂપિયા સુધીનું કૌભાંડ આચર્યું છે. સરકારી વિભાગના એ તમામ અધિકારીઓ, કોલસા ટ્રાન્સપોર્ટ ચેઈન સાથે સંકળાયેલા પદાધિકારીઓ પાસે કોલસો ગાયબ થવાની હકીકત અંગે પુછતા ‘નો કોમેન્ટ્‌સ’ કહીને મૌન સાધ્યું છે. આ કૌભાંડ એક અખબારે પ્રકાશિત કર્યો છે.

અહેવાલ મુજબ રરસ્તામાંથી જ કોલસો ગાયબ થઇ ગયો છે,આ કૌભાંડ વિશે કોઇ અધિકારીઓ કશું કહેવા હાલ ત્યાર નથી,૬૦ લાખ ટન કોલસો રસ્તામાંથી ગાયબ થઇ ગયું છે,આ કોલસો રાજ્યના ઉધોગો માટે મોકલવામાં આવ્યું હતું અને અચાનક ગાયબ થઇ ગયું છે જેના લીધે અનેક તર્ક વિતર્ક હાલ સજાર્ઇ રહ્યા છે. આ ૬૦ લાખ ટન કોલસાની અંદાજિત કિમત ૬ હજાર કરોડની છે. આ કોલસાની માહિતી કોલ ઇન્ડિયાને ખોટી મોકલવામાં આવી હતી. અધિકારીઓ અને વેપારીઓએ કરી મોટી કટકી ,હાલ તે અંગે સરકાર તરફથી કોઇ ઉત્તર આવ્યો નથી.

આ અંગે કોલ ઇન્ડિયાના ડિરેક્ટર સત્યેન્દ્ર તિવારીએ કહ્યું હતું કે એજન્સીઓની નિમણૂક કરવી એ જે-તે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગની જવાબદારી છે. આ અંગે કોઇપણ બાબત ધ્યાનમાં આવી હોય તો રાજ્ય સરકારના ગૃહ વિભાગનું ધ્યાન દોરવું જાેઇએ, જેમાં જે કોઇપણ પુરાવા હોય એ પણ સામેલ કરવા જાેઇએ. રાજ્ય સરકારનો ગૃહ વિભાગ અમને જે માહિતી આપશે એના આધારે સંબંધિત કોલસા કંપની જરૂરી પગલાં લઇશું.

તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.