— યુવક સામે પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધાઈ
ગરવી તાકાત મહેસાણા: મહેસાણાના વસાઈ પોલીસ મથકમાં બે દિવસ અગાઉ વિસનગરના એક ગામની 17 વર્ષીય કિશોરીને ભગાડી જવા મામલે પરિવારજનોએ વિસનગરના પાલડી ગામના પરમાર હિરેન સામે કિશોરીને લલચાવી ફોસલાવી ભગાડી જવા અંગે પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આરોપીએ પોતાના આગોતરા જામીન કોર્ટમાં મુક્તા કોર્ટ જામીન ફગાવ્યા હતા.
સગીરાને ભગાડી જનાર આરોપી હિરેન પરમારે આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. જ્યાં સરકારી વકીલ પરેશ દવે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી. જેમાં આરોપી અગાઉ પણ એક સગીરાને ભગાડી ગયો હતો. જે અંગે વિસનગર પોલીસ મથકમાં પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આરોપીએ ત્રણ મહિનાના સમય ગાળા દરમિયાન ફરીથી ગુનો કર્યો હતો. આરોપી અને ભોગ બનનાર કૌટુંબિક રીતે મામા ફોઈના ભાઈ બહેન થાય છે. ત્યારે આરોપી સમાજમાં ન શોભે તેવું શરમ જનક કૃત્ય કર્યું છે અને ભોગ બનનાર કિશોરી હોવાથી આરોપી જાણતો હોવા છતાં તેને ભોળવી ગંભીર ગુનો કર્યો છે.
આરોપીની ક્રિમિનલ હિસ્ટ્રી, વર્તન જોતા આવા આરોપીને આગોતરા જામીન આપવા શક્ય નથી. તેવી દલીલો કોર્ટમાં કરતા કોર્ટે દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ પોસ્કો જજ એ,એલ વ્યાસ દ્વારા આરોપીના આગોતરા જામીન ફગાવ્યા હતા.