— કડી તાલુકા રાજપૂત સમાજ અને ચુંવાળ 84 રાજપૂત સમાજ ના હજારો લોકો રેલી માં જોડાયા :
— કડી થી ગાંધીનગર 100 ગાડીઓનો કાફલો નીકળ્યો :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકા રાજપૂત સમાજના હજારો લોકો 100 થી વધારે ગાડી સાથે ગાંધીનગર ખાતે પહોંચેલી શ્રી કરણી સેનાની એકતા યાત્રા ને સમર્થન આપવા શુક્રવાર ના રોજ પહોચ્યા હતા.
શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કચ્છ ના માતાના મઢ થી ગાંધીનગર સુધી મોટા રસાલા સાથે એકતા યાત્રા નો પ્રારંભ થયો હતો.કચ્છ થી મોટી સંખ્યામાં જોડાયેલા લોકો સાથે નીકળેલી એકતા યાત્રા શુક્રવારે ગાંધીનગર પહોંચવાની હતી જેને સમર્થન આપવા કડી તાલુકા રાજપૂત સમાજ અને ચુંવાળ 84 રાજપૂત સમાજ દ્વારા 100 થી વધારે ગાડીઓના કાફલા સાથે હજારો લોકો ગાંધીનગર પહોંચ્યો હતો.
ભારત ની આઝાદી ના સમય બાદ સર્વ પ્રથમ વખત કરણી સેના દ્વારા રાજપૂત એકતા યાત્રા કચ્છ ના માતા ના મઢ થી કાઢવામાં આવી હતી.કરણી સેનાએ રાજપૂત સમાજને ગાંધીનગર ખાતે રાજપૂત એકતા યાત્રા રથમાં જોડાવવા તેમજ માતાજીની જ્યોતના દર્શન કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું જેથી કડી તાલુકાના રાજપૂત સમાજ અને ચુંવાળ 84 રાજપૂત સમાજ દ્વારા મોટી સંખ્યામાં એકતા યાત્રામાં જોડાવા ગાંધીનગર પહોચી રાજપૂત એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
એકતાયાત્રાને સમર્થન આપવા નીકળેલી રેલી માં કડી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ અજયસિંહ જાડેજા,મંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા,ચુંવાળ 84 રાજપૂત સમાજના પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલા સહિત કડી તાલુકા રાજપૂત સમાજના કમિટી મેમ્બરો અને કડી તાલુકા રાજપૂત સમાજના યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી