ગરવી તાકાત પાલનપુર : મોટાસડાના વતનીને હાલ માતુશ્રી એસ.બી.વી.ચાવડા સરસ્વતી હાઈસ્કૂલમાં ઉચ્ચત્તર માધ્યમિકમાં મદદનીશ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ડૉ. તારાબા મદારસિંહ સોલંકી અને એમના બહેન ડૉ. ભારતીબા મદારસિંહ સોલંકીએ મૂકબધિર (દિવ્યાંગ બાળકોને) રમતના કપડાં આપી પ્રોત્સાહિત કર્યા હતા.
જેમાં રંજનબેન રાણાનો ખૂબ સારો સહકાર પ્રાપ્ત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ.તારાબા મદારસિંહ સોલંકી અને તેમના બહેન ડૉ. ભારતીબા મદારસિંહ સોલંકીએ શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળને લીંબોઈ કોલેજ ખાતે નર્સિંગ કોલેજ ખોલવા માટે પણ ૧,૧૧,૧૧૧ રૂપિયાનું દાન કરી સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને જનસેવા એ જ પ્રભુ સેવા સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર