ગરવી તાકાત મહેસાણા: મહેસાણા જિલ્લામાં ગઈકાલે સોમવારે શહેરી વિસ્તારોમાંથી 3 અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 2૦ કેસ મળી કુલ 2૩ કેસ નોંધાયા હતા. આ અગાઉ ગત 2 જાન્યુઆરીએ શહેરી વિસ્તારો સૌથી ઓછા 3 કેસ નોંધાયા હતા. એટલે કે, 44 દિવસ બાદ શહેરી વિસ્તારોમાંથી સૌથી ઓછા કેસ સામે આવ્યા હતા.
સંક્રમિતોની તાલુકાવાર સ્થિતિ જોઇએ તો, મહેસાણામાં 1૦, બહુચરાજીમાં 3, કડીમાં 3, વડનગરમાં 2, ઊંઝામાં 2, જોટાણામાં 2 અને વિજાપુરમાં 1 કેસ નોંધાયા હતા. જ્યારે 115 દર્દીઓ કોરોનાને હરાવતાં જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા 375 રહી છે. બીજી બાજુ જિલ્લા આરોગ્ય વિભાગે સોમવારે લીધેલા 2805 સેમ્પલ સાથે કુલ 3367 સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ રહ્યો છે.