ગરવી તાકાત મહેસાણા : મહેસાણા રાધનપુર ચાર રસ્તા પર સ્વામિનારાયણ મંદિર નજીક ફ્રૂટની લારી ચલાવતા વ્યાપારી પર સ્થાનિક ડફેરે તલવારથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત વેપારીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ગોગા પરા વિસ્તારમાં રહેતા નારણભાઇ ભીખાભાઈ પટણી રાધનપુર ચોકડી ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે ફ્રૂટની લારી ઉભી રાખીને વ્યાપાર કરે. દરમિયાન ગઈકાલે ગોગાપુરા નજીક આવેલા લશ્કર કૂવામાં રહેતો સિંધી રજ્જુભાઈ આરબભાઇ તેમની લારી પર આવ્યો હતો અને દારૂ પીવા માટેના પૈસા માગણી કરી હતી.
ત્યારે નારણભાઈએ પોતાની પાસે પૈસા નથી કહેતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલી તેના હાથમાંની તલવારથી હુમલો કરતા નારણભાઈ ને હાથના ભાગે ઈજા પહોંચી હતી. સિવિલમાં સારવાર કરાવીને નારણભાઈએ સિંધી રજ્જુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.