GARVI TAKAT-25 ઉત્તર પ્રદેશના બાંદામાં નકલી દુલ્હનનો ખેલ ખલાસ થયો છે. બનાવટી લગ્ન કરી આપતી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ કુંવારા સાથે તેમની ગેંગની પૂનમ સાથે લગ્ન કરાવતી હતી પછી પૂનમને કહીને બધું લૂંટી લેવડાવી લેતી હતી.6 કુંવારાઓ હોંશે હોંશે દુલ્હન લાવ્યાં પરંતુ તેમને ખબર નહોતી કે તેમની સાથે એક ભયાનક કાંડ થવાનો છે. તેઓ કદાચ કુંવારા રહ્યાં હોત તો વધારે સારુ હતું.
કુંવારાને લગ્નમાં ફસાવીને તેમના ઘરમાંથી રોકડ અને ઘરેણાંની ચોરી કરવાનું રેકેટ ચલાવવા બદલ બે મહિલાઓ અને ઘણા પુરુષોની ધરપકડ કરવામાં આવી છે. પૂનમ દુલ્હન અને સંજના ગુપ્તા તેની માતા બનવાનું નાટક કરતી હતી ત્યાર બાદ વિમલેશ વર્મા અને ધર્મેન્દ્ર પ્રજાપતિ નામના બે માણસો ટાર્ગેટને ઓળખીને પૂનમ સાથે પરિચય કરાવતા હતા. ત્યાર બાદ પૂનમ તેમની સાથે લગ્ન કરી લેતી હતી અને કોર્ટ મેરિજ બાદ પૂનમ વરરાજાના ઘેર જતી હતી પરંતુ તક મળતાં જ તે ઘેરથી દાગીના અને પૈસા લઈને રફુચક્કર થઈ જતી હતી.
પીડિત કમલેશ શું બોલ્યો?
શનિવારે પીડિત કમલેશે એવું કહ્યું કે વિમલેશે તેને કોર્ટમાં બોલાવ્યો અને પૂનમ સાથે તેની ઓળખાણ કરાવી. ત્યારબાદ તેઓએ તેની પાસે 1.5 લાખ રૂપિયા માંગ્યા હતા.
પૂનમ આણી મંડળીએ આવા 6 કુંવારાઓને છેતર્યાં હતા અને તેમની સાથે બનાવટી લગ્ન કરીને તેમના ઘરમાંથી હાથ સાફ કરી લીધો હતો.


