મહેસાણા જિલ્લામાં 08 નવેમ્બર 2020 તેમજ 11 નવેમ્બર 2020 ના રોજ સ્થાનિક આયુર્વેદ પ્રેકટિશનરો તથા આયુર્વેદ એસોશિએશન સાથે મળી ” કોવિડ સાથે જીવન ” વિષય પર વેબીનાર યોજાયો હતો. આ કાર્યક્રમની શ્રેણીમાં 12 નવેમ્બર 2020 ના રોજ આયુષ એમ.ઓ.દ્રારા જિલ્લા ના કુલ 17 જેટલા સ્થળોએ આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં 12 નવેમ્બર 2020 ના રોજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ-કડી ખાતે ધન્વંતરિ પૂજન કરાશે. 13 નવેમ્બર 2020 ના રોજ પાંચમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવણી કરાશેય આયુર્વેદશાખા જિલ્લા પંચાયત મહેસાણા દ્રારા ખેરવા ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ના સહયોગથી સવારે 08.00 થી 09.30 સુધી ખેરવા ગામે ” AYURVED FOR COVID 19 PANDEMIC” થીમ પર જનજાગૃતિ રેલી યોજાશે. તેમજ સવારે 10.00 થી 12.00 સુધી ધન્વંતરિ પૂજન તથા અન્નકૂટ (સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખેરવા ખાતે) તથા 12.30 થી 01.30 સુધી અન્નકૂટ પ્રસાદ વિતરણ તથા સ્વરૂચિ ભોજન બાદ 02.00 થી 2.30 સુધી ” AYURVED FOR COVID 19 PANDEMIC” થીમ પર આયુષ એમ.ઓ. દ્રારા નાટક યોજાશે.