ખેરાલુ તાલુકા માં ચાડાપ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્ય સરકાર શ્રી ની પ્રજાલક્ષી વ્યક્તિગત યોજનાઓનો લાભ પ્રજાને મળતો રહે તેમજ વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારી પણ જળવાઈ રહે તે માટે વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ લોકોના રહેઠાણના નજીકના સ્થળે મળી રહે તેવા આશયથી તાલુકા કક્ષાનું સેવા સેતુ (ગ્રામ્ય વિસ્તાર) કાર્યક્રમ ચાડા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો

આ કાર્યક્રમમાં ચાડા સહિત આસપાસના ગામોના લોકોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ~જાતિ, આવક, નોન ક્રિમિલિયર વગેરે પ્રમાણપત્રો, રેશન કાર્ડને લગતી કામગીરી અને દાક્તરી તપાસ અને સારવાર, બેંકની લગતી કામગીરી, આધાર કાર્ડ, એસટી બસ પાસ તેમજ આર્થિક લાભોની સેવાઓ તેમજ મહેસુલી સેવાઓ સહિતની કામગીરી સ્થળ પર જ કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં ખેરાલુ મામલતદાર રાજુભાઈ ડબગર, ખેરાલુ તાલુકા ધારાસભ્ય અજમલજી ઠાકોર, ટી. ડી. ઓ.એ. એમ. પંડ્યા ખેરાલુ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ બાબુજી ઠાકોર ખેરાલુ, આઈ. સી. ડી. એસ. ના સી.ડી.પી. ઓ. સુપરવાઇઝર બહેનો સાથે આરોગ્ય કર્મચારીઓ, આશાવર્કર બહેનો , આંગણવાડી કાર્યકર બહેનો, તેમજ ગ્રામજનો સહિત હાજર રહીને લાભાર્થીઓને આધાર કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, હેલ્થ કાર્ડ સહિતની કામગીરી કરીને લાભાર્થીઓને મદદગાર થયા હતા.
આ કામગીરીમાં કુલ ૮૭૭૬ હકારાત્મક નિકાલ કરેલ અરજીઓ ની સંખ્યા હતી અને ૧૦૦%{ટકા) કામગીરી થઈ હતી

તસવિર અને આહેવાલ :મનુભાઈ ખેરાલુ 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.