કેરલ હાઇકોર્ટે કહ્યું છે કે યૌન ઉત્પીડનનો શિકાર થયેલ લોકોને વધુ શોષણ કે તેમની મજાક ઉડાવવાથી બચાવવાની જરૂરત છે કારણ કે સામે આવીને એ કહેવા માટે ખુબ સાહસ એકત્રિત કરવાની આવશ્યકતા હોય છે કે તેમને યૌન ઉત્પીડનથી પસાર થવું પડયું આ સાથે જ અદાલતે યૌન ઉત્પીડનના શિકાર લોકોને તપાસ પ્રક્રિયાના નામ પર વધુ મુશ્કેલીઓનો સામનો કરવાથી બચાવવા માટે તમામ વકીલોથી સુચન માંગયા છે.આ મામલામાં હવે ૧૨ જાન્યુઆરીએ આગળની સુનાવણી થશે.ન્યાયમૂર્તિ દેવન રામચંદ્રને કહ્યું કે યૌન ઉત્પીડનનો શિકાર થયેલ લોકોની સુરક્ષા અને સહાયતા માટે નિયમ છે પરંતુ એ દુખદ છે કે અનેકવાર તેને યોગ્ય રીતે અમલમાં મુકવામાં આવતા નથી
અદાલતે કહ્યું કે યૌન ઉત્પીડનનો શિકાર થયેલ વ્યક્તિની પાસે ફરિયાદ કરવા માટે ખુબ સાહસનની જરૂરત હોય છે. અને કેટલાક મામલામાં તપાસ પ્રક્રિયાના નામ પર આરોપ લગાવવામાં આવતા જાેવા મળ્યું છે જેથી પીડિતા વધુ આહત થાય છે તથા તેમની મજાક ઉડાવવામાં આવે છે
અદાલતે કહ્યું કે આવું કયારેય થવું જાેઇએ નહીં તેને રોકવું પડસે આપણેે એ સુનિશ્ચિત કરવું જાેઇએ કે યૌન ઉત્પીડનના શિકાર થયેલ તમામ લોકોની સુરક્ષા કરવી જાેઇએ અને તેમને પુરી રીતે કાનુનનો સહારો મળવો જાેઇએ અદાલતે કહ્યું કે આ કોઇ નાનો મામલો નથી આથી ગોપનીયના તમામ સિધ્ધાંત બનાવવામાં આવ્યા છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પીડિતાને જનતાની નજરનો સામનો કરવો પડે નહીંઅદાલતે આ ટીપ્પણી પોલીસ સંરક્ષણ માટે અરજી પર સુનાવણી દરમિયાન કરી આ અરજીમાં પીડિતાનો આરોપ છે કે તેને ફકત આરોપી જ પરેશાન કરી રહ્યાં છે એટલું જ નહીં કેટલાક પોલીસ અધિકારી પણ આમ કરી રહ્યાં છે અને તેનું પરિણામ એ આવ્યું કે તે પોતાની નજીકના સંબંધીઓને ત્યાં આશ્રય લેવા માટે મજબુર છે
[News Agency]