child marriage : થરાદ તાલુકાના કરણાસર ગામે બાળ લગ્ન અટકાવાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીને ટેલીફોનીક માહિતી મળેલ કે, થરાદ તાલુકાના કરણાસર ગામ ખાતે બાળ લગ્ન થઇ રહ્યા છે. જે અન્વયે બાળલગ્ન પ્રતિબંધક અધિકારીએમ. કે. જોષી, લીગલ કમ પ્રોબેશન ઓફીસર પી. એ. ઠાકોર તેમજ 181 અભયમની ટીમ અને થરાદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. થરાદ તાલુકાના કરણાસર ગામમાં બાળ લગ્ન અટકાવવામાં આવેલ તેમજ બાળ લગ્ન અધિનીયમની જોગવાઇની પરીવાર જનોને સમજાવવામાં આવેલ કે, પુત્રીની ઉમર-18 વર્ષ અને પુત્રની ઉમર-21વર્ષની થાય ત્યારે જ તેમના લગ્ન કરવા. બાળ લગ્ન અધિનીયમ 2007 ની જોગવાઇ મુજબ વરની ઉમર-21અને કન્યાની ઉમર-18 કરતા ઓછી હોય તો તેને બાળ લગ્ન કહેવાય છે. અને બાળ લગ્ન અધિનિયમ ભંગ બદલ 2 વર્ષની સજા તેમજ 1 લાખ સુધીની દંડની જોગાવાઇ છે.

 બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એમ.કે. જોષી એ જાહેર જનતાને અપીલ કરી છે કે, બાળ લગ્ન સામાજીક દુષણ અને સામાજીક સમસ્યાનું મુળ છે, જેથી તેમણે તમામને જણાવ્યું હતુ કે, આપની આસ-પાસ બાળ લગ્ન થતા અટકાવો અને આજુ-બાજુમા બાળ લગ્ન થતા હોય તો તાત્કાલીક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને કચેરીના ટેલીફોન નંબર- 02472-252478 પર જાણ કરવી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.