ઊંઝાના મકતુપુર હાઇવે પાસે ઓરડીમાંથી 6 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

ઊંઝા મકતુપુર હાઇવે પર થાર હોટલની બાજુમાં આવેલી ઓરડીમાં પોષડોડોના જથ્થો રાખી ગેરકાયદેસર વેપાર કરતો હતો 

મહેસાણા એસઓજીની ટીમે પોષડોડાના જથ્થા સાથે રાજસ્થાનના શખ્સને દબોચી લીધો 

ગરવી તાકાત, મહેસાણા તા. 21 – ઊંઝા પંથકમાં કેફી દ્રવ્યનો ગેરકાયદેસર મોટા પ્રમાણમાં ધંધા ચાલી રહી હોવાનું બહાર આવી રહ્યું છે. જેમાં ઊંઝાના મકતુપુર ગામેથી પોષડોડાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યોં હતો. આ અગાઉ પણ એમડી ડ્રગ્સ, ગાંજા સહિતના ગેરકાયદેસર કેફી પદાર્થો પોલીસ દ્વારા ઝડપી પાડી પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં ઊંઝા સિદ્ધપુર હાઇવે રોડ ઉપર મક્તુપુર ગામ નજીક થાર હોટલની બાજુમાં આવેલ ઓરડીમાંથી ગેરકાયદેસર સંતાડેલો 6.10 કિલો નશાયુક્ત પોષડોડાનો જથ્થા સાથે મહેસાણા એસઓજીની ટીમ દ્વારા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યોં હતો. 

મહેસાણા જિલ્લા પોલીસવડા એસ.પી. અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ મહેસાણા એસઓજી ટીમના પીઆઇ એ.યુ.રોઝના નેતૃત્વમાં પીએસઆઇ વી.એસ.સીસોદીયા, એએસઆઇ મનોહરસિંહ, નિતીનકુમાર, હેકો, નરેશકુમાર, દિલીપકુમાર, રાજસિંહ, જીતેન્દ્રકુમાર, હિતેન્દ્રસિંહ, રમેશભાઇ, વિશ્વનાથસિંહ, દિગ્વિજયસિંહ, અબ્દુલગફાર, સંજયભાઇ, આશારામ, જયદેવસિંહ, ધરમશીભાઇ, ડુંગરસિંહ તથા બકાજી સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી પેટ્રોલીંગની કામગીરીમાં હતા તે દરમિયાન હેકો. નરેશકુમાર તથા અબ્દુલગફારને ખાનગી રાહે બાતમી મળી હતી કે

ઊંઝા સિદ્ધપુર હાઇવે રોડ ઉપર મકતુપુર ગામ નજીક થાર હોટલની નજીકમાં આવેલી એક ઓરડીમાં રહેતો ચૌધરી વિજયરાજ માનારામ રહે. હાલ મકતુપુર મૂળ સનાવાડા બાડમેર રાજસ્થાનવાળો ગેરકાયદેસર રીતે પોષડોડાનો માદક પદાર્થનો જથ્થો રાખી વેપાર કરે છે. જે બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી થાળ હોટલની બાજુમાં આવેલી ઓરડીમાં તપાસ કરતાં ઓરડીમાંથી પ્લાસ્ટીકની થેલીમાં મુકેલો 6.10 કિલો પોષડોડાનો જથ્થો કિંમત રુપિયા 18 હજારના મુદ્દામાલ સાથે ચૌધરી વિજયરાજ માનારામને ઝડપી એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.