ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

મોડાસાના ટીંટોઇ ખાતે આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્યની કારોબારી બેઠક યોજાઇ

April 3, 2023

આંજણા યુવક મંડળના પ્રમુખ તરુણ ચૌધરી અને ઉપપ્રમુખ મનીષ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

કારોબારી મિટીંગની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું

આંજણા યુવક મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોએ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કર્યું

કારોબારી બેઠકમાં ઉપસ્થિત હોદ્દેદારોએ સમાજલક્ષી પોતાના મંતવ્યોં રજૂ કર્યાં

ગરવી તાકાત, મોડાસા તા. ૦૩ –  આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્યની દ્રિતિય કારોબારી મિટીંગ ગત રવિવાર ૦૨-૦૪-૨૦૨૩ના રોજ સવારે ૧૧ કલાકે આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્યના પ્રમુખ તરુણ ચૌધરી તથા ઉપપ્રમુખ મનીષ ચૌધરીના અધ્યક્ષસ્થાને ન્યુ નોબલ પ્રાઇમરી સ્કૂલ, તાલુકો ટીંટોઇ, મોડાસા જિલ્લો અરવલ્લી ખાતે યોજવામાં આવી હતી. જેમાં આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્યના તમામ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીની યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત હોદ્દેદારો સહિત પ્રમુખ ઉપપ્રમુખે પોતાના મંતવ્યોં રજૂ કર્યા હતા અને આંજણા યુવક ચૌધરી સમાજના વિવિધ વિકાસલક્ષી મુદ્દા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જ્યારે આંજણા યુવક મંડળના હોદ્દેદારો સમાજની એકતા અને અખંડિતતા પર ભાર મુકવામાં આવ્યોં હતો. સમાજના યુવાઓ અભ્યાસ પ્રત્યે વધુને વધુ જાગૃત બને સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે બાબતે પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આંજણા યુવક મંડળનો વિસ્તાર અને વિકાસ માટે વધુ નવિન હોદ્દેદારોના રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સમાજના અનેક યુવાનો રજીસ્ટ્રેશન ફોર્મ ભરી આંજણા યુવક મંડળના સભ્યો બન્યાં હતા.

આંજણા યુવક મંડળ દ્વારા યોજાયેલી કારોબારી બેઠક પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આંજણા યુવક મંડળના સભ્યો હોદ્દેદારો સહિત યુવાનોએ બ્લડ ડોનેશન કરાવ્યું હતું.

આ પ્રસંગે પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોએ પણ ઉત્સાહભેર બ્લડ ડોનેશનમાં ભાગ લઇ બ્લડ ડોનેટ કર્યું હતું. જ્યારે બ્લડ ડોનેશન જેવી અનેક સેવાકિય પ્રવૃતિ થકી સમાજને લાભાન્વિત કરી શકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતા. બ્લડ ડોનેશન બાદ આંજણા યુવક મંડળના તમામ સભ્યો હોદ્દેદારોએ સ્વરુચિ ભોજન લઇ તમામ વિચાર વિમર્શ અને પોતપોતાના સુઝાવ રજૂ કર્યા બાદ છૂટા પડ્યાં હતા.

 

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:53 pm, Oct 27, 2024
temperature icon 31°C
clear sky
Humidity 39 %
Pressure 1007 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 10 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:43 am
Sunset Sunset: 6:04 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0