— એલલસીબીની ટીમે 1.8 લાખના વિદેશી દારુના જથ્થા કુલ રુ 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યા :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા હાઇવે મેવડ ટોલટેક્સ પાસેથી પસાર થતી બ્રેઝા કારને અટકાવી તેમાં તપાસ કરતાં કારમાંથી ૧,.૮,૬૦૦નો વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂા. ૧૦ લાખનો મુદ્દામાલ પકડી પાડ્યોં હતો.
જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીના નેતૃત્વમાં મહેસાણા ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવની સૂચના મુજબ પીએસઆઇ એચ.એલ.જાેષી, દિનેશભાઇ, પિયુષકુમાર, રમેશભાઇ, સાબીરખાન, મહેશકુમાર, પાર્થકુમાર, ભાવિકકુમાર સહિતનો સ્ટાફ એલસીબી કચેરીએ હાજર હતો તે દરમિયાન સાબીરખાન તથા ભાવિકકુમારને ખાનગી બાતમી મળી હતી કે, મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેવડ ટોલ નાકા પાસેથી એક સફેદ કલરની બ્રીજા નંબર જીજે૦૨-સીપી ૭૭૫૫નો ચાલક રાજસ્થાન ખાતેથી વિદેશી શરાબનો જથ્થો ભરીને અગિયારેક વાગ્યાના સુમારે વોચમાં હતા
તે દરમિયાન ઉપરોક્ત માહિતી વાળી બ્રીજા કાર પસાર થતાં તેને કોર્ડન કરી કાર ઉભી રખાવી તેમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી શરાબની દારૂ બિયરની બોટલ નંગ ૭૩૨ કિંમત રૂા. ૧.૦૮ લાખ તથા બ્રીજા કાર કિંમત રૂા. પાંચ લાખ મળી કુલ રૂા. ૧૦ લાખનો મુદ્દામાલ સાથે કુરેશી અબ્દુલ રહુક કાલુમીયા રહે. કડી જુની, મુનશબ કોર્ટની સામે મીઠી ભાગોળ વિસ્તાર તા. કડીવાળા શક્સને પકડી પાડ્યોં હતો.