રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી અંધશ્રધ્ધાના અને ક્રુરતાના કીસ્સા વાંરવાર સામે આવતા રહે છે. એવામાં ફરિવાર દ્વારકાના એક ગામમાં અંધશ્રધ્ધાનો બનાવ સામે આવ્યો છે. જમાં મહિલાને હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યામાં મહિલાના પરિવારજન પણ સામેલ હોવાનુ સામે આવ્યુ છે. જેમાં મહિલાના શરીરમામસાણી મેલડી આવી હોવાથી તેને સાંકળ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી મહિલાનુ મોત નિપજ્યુ હતુ. આ મામલે પોલીસની ટીમે 5 આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકાના વચલી ઓખા મઢી ગામેં અંધશ્રધ્ધામાં 25 વર્ષીય મહિલાની નિર્મમ હત્યા કરી દેવામાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જેમાં મહિલાના શરીરમાં મસાણી મેલડી આવી ગઈ હોવાની અંધશ્રધ્ધાથી ઘરના સભ્યો જે ખુદ ભુવા હોવાનુ સામે આવ્યુ છે તેઓએ ધુણતા – ધુણતા મહિલાને સળગતા લાકડા તથા ગરમ સાંકળ વડે માર મારતાં મહીલાનુ અવસાન થઈ ગયુ હતુ. આ મામલાની ગામના એક શખ્સને થતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જેથી એફ.એસ.એલની ટીમ તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમીક તપાસમા સામે આવ્યુ હતુ કે, આ ગુનામાં મહિલાનો સગો ભાઈ, દીયર તથા જેઠ પણ સામેલ હતા. જેથી પોલીસે રમેશ લખમણ સોંલકી, અર્જુન ભરતભાઈ સોંલકી, વેરસી માકાંભાઈ સોંલકી, મનુ વિરા સોંલકી તથા ભાવેશ માકાંભાઈ સોંલકી વિરૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક મહિલા રમીલાબેન વાલાભાઈ સોલંકી આરંભડાની રહેવાસી હોવાનુ સામે આવ્યુ છે. જેમાં તેના ત્રણ સંતાનોમાં એક 6 વર્ષનો પુત્ર તથા 2 પુત્રીઓ છે જેની ઉંમર 4 અને 2 વર્ષ છે. મહિલાને જ્યારે ભુવાઓ દ્વારા માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે તેનો પતિ પણ ત્યાં હાજર હતોં પરંતુ પરિવારના ભુવાઓએ તેના પતિને થોડે દુર મોકલી દીધો હતો. પતિના આરોપ મુજબ ભુવાઓ ધુણતા – ધુણતા કહી રહ્યા હતા કે, આના શરીરમાં મસાણી મેલડી છે, જો આપણે તેને નહી મારી નાખીયે તો એ આપણને મારી નાખશે.