પાટણના સાંતલપુરમાં મહિલાએ સત્યતાના પારખા લેવા બાળકીના હાથ ઉકળતા તેલમાં નંખાવ્યા !

શેર કરવા અહીં ક્લિક કરો.

પાટણ જીલ્લાના સાંતલપુરમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં હજી પણ લોકો કેવા વહેમમાં જીવે છે તેનો પુરાવો આપતો કિસ્સો બન્યો છે. પાટણમાં એક મહિલાએ 11 વર્ષની બાળકીને સત્યના પારખા કર્યા હતા. જેમાં મહિલા દ્વારા 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવી સત્યતના પારખા કરાવ્યા છે.

પાડોસી મહિલા દ્વારા વાતની ખરાઈ કરવા બાળકીને ઉકળતા તેલમાં હાથ નખાવડાવ્યા હતા. સગીરા બૂમાબૂમ કરતી રહી, પરંતુ માનવતા ભૂલેલી મહિલાએ તેના પર અમાનુષી અત્યાચાર કરવાનું ચાલુ રાખ્યુ હતુ.. હાથના ભાગે દાઝેલ બાળકીને સાંતલપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ઘટનાને લઈ બાળકીના પિતા દ્વારા મહિલા વિરુદ્ધ સાંતલપુર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આરોપી મહિલાને ઘરેથી ઝડપી પાડી છે.

આ પણ વાંચો – પાલનપુરના માલણ ગામે મધરાતે દારૂ ભરી આવી રહેલ પીકઅપ ડાલું પલટી મારી ગયુ, ચાલક ફરાર

પાટણના સાંતલપુરમાં લવજીભાઈ કોળીની 11 વર્ષની દીકરી સંગીતા ઘરે એકલી હતી. ત્યારે પાડોશમાં રહેતી લખીબેન મકવાણા નામની મહિલા ઘરે આવી હતી, તેણે બાળકીને કહ્યું હતું કે, ‘આજથી દસેક દિવસ પહેલાં તે મને અજાણી વ્યક્તિ સાથે મારા ઘરના દરવાજા પાસે વાત કરતાં જાેઈ હતી. આ વાત તે કોઈને કીધી છે?’ આ મામલે બાળકીએ ના પાડી હતી. પરંતુ લખીબેન માની ન હતી. તે બાળકીને પોતાના ઘરમાં લઈ ગઈ હતી અને સત્યના પારખા કરાવવા માટે તેનો હાથ ગરમ તેલમાં નંખાવડાવ્યો હતો. મહિલાએ બાળકીનો જમણો હાથ ગરમ તેલમાં નાંખ્યો હતો. બાળકીનો કાંડા સુધીનો આખો હાથ દાઝી ગયો હતો. આ જાેઈ મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી. બાળકીની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેના બાદ બાળકીને સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

બાળકીના પિતાએ લખીબેન મકવાણા વિરુદ્ધ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં. સાંતલપુર પીએસઆઈના જણાવ્યા મુજબ પોલીસ જ્યારે તપાસ કરવા માટે પહોંચી ત્યારે આરોપી મહિલા તેના ઘરેથી જ મળી આવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.