આ દરમિયાન આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ 2022ની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાનાં સાત શહેર ટી-20 વર્લ્ડ કપ 2022 માટે યજમાન માટે પસંદ કરવામાં આવ્યાં છે.આઇસીસી ટી ટવેન્ટી વિશ્વકપ 2021નું સમાપન 14 નવેમ્બરે દુબઈમાં થયું, જેમાં ઓસ્ટ્રેલિયા વિજેતા રહ્યું હતું.
ટી-ટવેન્ટી વિશ્વકપ 2021નો માહોલ હજી ઠંડો થયો નથી કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-ટવેન્ટી વિશ્વકપ 2022 ના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ અમે એ વર્લ્ડ કપમાં રમાનારી મેચની સંખ્યા, મેદાનની સંખ્યા ઉપરાંત ફાઇનલ અને સેમી-ફાઇનલ સહિતની બધી જ માહિતી જણાવી રહ્યા છીએ. ટી20 વર્લ્ડ કપ 2022માં કુલ 45મેચ રમાશે. આ તમામ મેચ ઓસ્ટ્રેલિયાનાં 7 મેદાન પર રમાશે. એડિલેડ ઓવલ, ગાબા, કાર્ડિનિયા પાર્ક, હોબાર્ટમાં બેલેરીવ ઓવલ, પર્થ, એમસીજી અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 45 મેચ યોજાવાની છે.
આવતા વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ઈવેન્ટમાં એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં કુલ 45 મેચ રમાશે આઇઈસસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2022 ફાઈનલ 13 નવેમ્બર 2022ના રોજ મેલબોર્ન ખાતે યોજાશે. સેમી-ફાઇનલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને એડિલેડ ઓવલ ખાતે અનુક્રમે 9 અને 10 નવેમ્બરે યોજાશે. તમામ મેચોમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચે એવી પણ શક્યતા છે.
ટી-20 વર્લ્ડ કપ 2022 નું આયોજન આગામી વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં થશે. આ આઇસીસી ટૂર્નામેન્ટની 8મી આવૃત્તિની સેમી-ફાઇનલ મેચો 9 અને 10 નવેમ્બરે રમાશે. પ્રથમ સેમી-ફાઇનલ ૯નવેમ્બરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જ્યારે 10 નવેમ્બરે બીજી સેમી-ફાઇનલ એડિલેડ ઓવલ ખાતે રમાશે. ટી-20 વર્લ્ડ કપ 2022 ની ફાઇનલ મેચ 13 નવેમ્બર 2022 ના રોજ રમાશે. આ ફાઈનલ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે એમસીજી ખાતે યોજાશે.