બોલીવૂડ એક્ટર અક્ષય કુમાર અને એક્ટ્રેસ જેકવેલીન ફર્નાડિસ દમણમાં આવી પહોંચ્યા છે. ફિલ્મ રામસેતૂનું નાગરોલ ખાતે શૂટિંગ કરશે. આ પહેલા દમણ કોસ્ટગાર્ડના એરપોર્ટમાં બંને કલાકારો આવી પહોંચ્યા હતા. બંને કલાકારો આવતીકાલે શુટીંગ માટે ઉમરગામના નારગોલ જશે. સંઘપ્રદેશ દમણના કોસ્ટગાર્ડના કર્મચારીઓ અને અધિકરીઓ સાથે અક્ષયકુમારે મુલાકાત કરી હતી.
અગાઉ માર્ચ મહિનામાં ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. અભિનેતા અક્ષય કુમારા રામ સેતુ ફિલ્મનું શૂટિંગ કરવા માટે ઉત્તરપ્રદેશ આવ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ અયોધ્યામાં થશે. દરમિયાન અક્ષય કુમારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. રામ સેતુ ફિલ્મનું નિર્દેશન ‘પરમાણુ’ અને ‘તેરે બિન લાદેન’થી ચર્ચામાં આવેલા અભિષેક શર્મા કરી રહ્યા છે.
Ladies, here’s a hack for y’all courtesy Jacqueline Jugaadu! Watch and learn how to curl your hair mid-air in a helicopter 😂😂😂 @Asli_Jacqueline pic.twitter.com/dqWtZLMUAo
— Akshay Kumar (@akshaykumar) November 16, 2021
અભિનેતા અક્ષય કુમારે અભિનેત્રી જેકલીન ફનાર્ન્ડિસ અને નુસરત ભરુચા સાથે રામ સેતુ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. અયોધ્યામાં પણ ફિલ્મનું શૂટિંગ થશે. આ ફિલ્મનું નિર્દેશન ‘પરમાણુ’ અને ‘તેરે બિન લાદેન’થી ચર્ચામાં આવેલા અભિષેક શર્મા કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ફિલ્મના પુરાતત્વવિદ્ ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા અભિનેતા અક્ષય કુમાર લખનઉ પહોંચ્યા છે.
આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર પુરાતત્વવિદ્ ભૂમિકામાં છે. તેની વચ્ચે અભિનેતા અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના સાથી કલાકારો સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં અક્ષય કુમારે લખ્યું હતું, એક વિશેષ ફિલ્મ, વિશેષ શરૂઆત. મહૂર્ત શૂટ કરવા માટે રામ સેતુની ટીમ અયોધ્યા જવા રવાના. આ સાથે જ યાત્રા શરૂ. આપ તમામ લોકો પાસે વિશેષ શુભકામનાઓની જરૂર. શુક્રવારથી ફિલ્મ રામસેતુનું શૂટિંગ શરૂ થશે. અયોધ્યામાં રામ મંદિર સ્થિત રામલલાની સામે રામસેતુનું મુહૂર્ત થશે. ફિલ્મમાં મુહૂર્ત સાથે એક ખાસ પૂજા થશે.
(ન્યુઝ એજન્સી)