ગરવી તાકાત ચાણસ્મા:-પાટણ DSP અક્ષયરાજે જીલ્લામાં જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને ચાણસ્મા PI શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ PSI આર.ડી.મકવાણા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. જેમાં કલ્પેશકુમાર, ચેનુજી, નરેશભાઇ, હાર્દિકકુમાર સહિતની ટીમે વોચમાં હોઇ HC ચેનુજીને બાતમી મળી હતી કે, વડાવલી ગામે અંબિકાનગર પરામાં ઠાકોરવાસના ચોકમાં કેટલાંક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેથી તાત્કાલિક અસરથી પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી. અચાનક પોલીસની રેઇડથી દોડધામના દ્રશ્યો વચ્ચે પોલીસે 7 ઇસમોને ઝડપી પાડ્યા હતા.ચાણસ્મા તાલુકાના ગામે પોલીસે મધરાત્રે રેઇડ કરી જુગાર રમતાં ઇસમોને ઝડપી પાડ્યા છે. ચાણસ્મા પોલીસની ટીમે ગઇકાલે મોડીરાત્રે તાલુકાના વડાવલી ગામમાં રેઇડ કરી હતી. રાત્રે અંદાજીત સાડા બારેક વાગ્યે શરૂ થયેલ કાર્યવાહી મોડીરાત્રે 2 વાગ્યા આસપાસ પુર્ણ થઇ હતી. જેમાં જાહેરમાં ભેગા મળી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી જુગાર રમતાં કુલ 7 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ સાથે તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા અને મહામારી અધિનિયમ સહિતની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચાણસ્મા PI ગોહિલના માર્ગદર્શન હેઠળ અવાર-નવાર દારૂ અને જુગારની કાર્યવાહીઓ કરવામાં આવતાં પંથકમાં બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટનું વાતાવરણ સર્જાયુ છે. ગઇકાલે રાત્રે સાડા બારેક વાગ્યે વડાવલી ગામે જુગારની રેઇડ કરી પોલીસે 7 ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ રૂ.12,360 અને મોબાઇલ નંગ-7 કિ.રૂ.13,000 મળી કુલ કિ.રૂ.25,360નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે તમામ ઇસમો વિરૂધ્ધ આઇપીસી 188, 269, જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 , મહામારી અધિનિયમની કલમ 3 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.