રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાનાં દૈનિક કેસમાં વધારો થઇ રહ્યો છે. જે કેસનો આંક પહેલા 100ની અંદર આવતો હતો તે હવે વધતા સરકાર અને તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયુ છે. વળી બીજી તરફ સુરતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ થઇ રહી છે. ડાયમંડ સિટી સુરતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે વળી ત્રીજી લહેરની સંભાવતાને ધ્યાનમાં રાખતા શહેરની સિવિલ હોસ્પિટલમાં 1 હજાર બેડ તૈયાર કરાયા હોવાનુ કહેવાઇ રહ્યુ છે. અહી 120 બેડનો આઇસીયુ વોર્ડ તૈયાર કરાયો છે. સિવિલ હોસ્પિટલની સ્ટીમસેલ બિંલ્ડિંગમાં આ તમામ સામગ્રી ગોઠવવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલનાં 10માળ ઉપર બેડ સહિત સાધન સામાગ્રીઓને યોગ્ય રૂતી ગોઠવવામાં આવ્યુ હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. સિવિલ હોસ્પિટલમાં 650 થી વધુ વેન્ટિલેટરનો સ્ટોક ગોઠવવામાં આવ્યા છે. વળી અહી બગડેલા વેન્ટિલેટરનું રિપેરિંગ પણ શરૂ કરાયું છે. સુત્રોની વાત માનીએ તો સિવિલ હોસ્પિટલમાં 100 વેન્ટિલેટર જુદા જુદા વોર્ડમાં કાર્યરત છે.