ગુજરાતમાં પેપરલીક મામલે પાંચ શખ્સોની પોલીસે કરી ધરપકડ.આ પેપર કેસમાં હજી પણ ધરપકડનો ધમધામટ ચાલુ છે, પોલીસ આ કેસ મામલે મૂળીયા સુધી પહોચ્વા માંગે છે. હાલ પાલીસે પાંચ શખ્સોને પકડ્યા છે. હેડકલાર્ક પેપરલીક મામલે મુખ્ય આરોપી ના ભાઇ સંજ્ય પટેલની ધરપકડ કરવામાં આવી છે,આ તમામ પાંચ આરોપીઓને પ્રાંતિજ-ઇડરમાંથી પકડવામાં આવ્યા છે.
હેડક્લાર્કની પરીક્ષા અંતે રદ, માર્ચમાં લેવાશે એક્ઝામ – પરંતુ તપાસમાં મોટી માછલીઓ પકડાશે ખરા ?
આગાઉ પકડાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કેસ મામલે પોલીસ વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગ કરશે. પોલીસે આ કેસમાં અત્યાર સુધી 28 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં હજુપણ અનેક મોટા માથાઓની ધરપકડ થવાની શક્યતા રહેલી છે.