દિલ્હી નજીક ગાઝિયાબાદના શહેર કોતવાલી વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે એક બસ ફ્લાઈઓવર પરથી પડી ગઈ છે. દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ૧૫ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દુર્ઘટના સમયે ફ્લાઈઓવરના નીચેના રસ્તા પરથી પસાર થતા એક બાઈક સવારનું બસની નીચે દબાવવાને કારણે મોત નિપજ્યું છે. બસમાં કેટલા લોકો સવાર હતા તેની જાણકારી સામે આવી નથી.
બસ શિવ ટૂર એન્ડ ટ્રાવેલ્સની છે, જે ગ્રેટર નોયડાથી ઓફિસ સ્ટાફને લઈને પરત ફરી રહી હતી. ભાટિય મોડ ફ્લાઈઓવરની નીચે પડ્યા બાદ બસ રસ્તા પર ડ્રાઈવર સાઈટ પલટી ગઈ હતી. સ્થાનિક લોકોએ બસના બસના કાચ તોડીને અંદર ફસાયેલા યાત્રિકોને બહાર કાઢ્યા. ઘટના સ્થળે પોલીસની ટીમ પહોંચી ગઈ છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.