સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે

February 1, 2025

સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે.

સરકાર જે ‘બજેટ’ રજૂ કરે છે તેનો સીધો અર્થ એ છે કે તે ક્યાંથી નાણાં એકત્ર કરશે અને ક્યાં ખર્ચ કરશે ? મૂળભૂત રીતે બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ ‘Bougette’ પરથી આવ્યો છે.

સામાન્ય ભાષામાં તેનો અર્થ ‘નાની થેલી’ થાય છે. કદાચ આ જ કારણ છે કે નાણા પ્રધાન દેશ કે રાજ્યનું બજેટ રજૂ કરવા માટે ‘નાની ચામડાની થેલી’ લઈને સંસદ કે વિધાનસભામાં પ્રવેશે છે. વર્તમાન મોદી સરકારમાં ‘ચામડાની થેલી’ ગાયબ થઈ ગઈ છે અને તેનું સ્થાન ‘લાલ રંગના કાપડની થેલી’ અને ‘ડિજિટલ ટેબલેટ’એ લીધું છે.

ભારતમાં બજેટનો ઈતિહાસ 1860થી શરૂ થાય છે. અગાઉ કેન્દ્ર સરકાર દર વર્ષે ફેબ્રુઆરીની છેલ્લી તારીખે સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરતી હતી. ત્યારપછી 1999થી તે સવારે 11 વાગ્યે રજૂ થવાનું શરૂ થયું. 2014માં નરેન્દ્ર મોદી સરકારે તેની તારીખ બદલીને દર વર્ષે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ દેશનું આગામી બજેટ રજૂ કર્યું છે. સામાન્ય લોકોથી લઈને કોર્પોરેટ જગત આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે એવું લાગે છે કે, સરકાર મોંઘવારી અને ટેક્સ મોરચે લોકોને ઘણી મોટી રાહતો જાહેર કરી શકે છે. આમાં સૌથી મોટી ભેટ ટેક્સ મુક્તિના રૂપમાં મળવાની અપેક્ષા છે.

ઇલેક્ટ્રિક વાહન ખરીદવું થશે સસ્તું…EV બેટરી અંગે સરકારની મોટી જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. સામાન્ય જનતાથી લઈને કોર્પોરેટ કંપનીઓ સુધી બધાની નજર બજેટ પર ટકેલી હતી. આ વખતે સરકારે બજેટમાં ઓટો સેક્ટરને એક મોટી ભેટ આપી છે જેનો ફાયદો સામાન્ય લોકોને પણ થશે.નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું આઠમું બજેટ રજૂ કર્યું, આ વખતે સરકારે બજેટમાં લોકોને મોટી ભેટ આપી છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનોથી લઈને મોબાઇલ બેટરી સુધીની દરેક વસ્તુ સસ્તી કરી છેસરકાર EV ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે શક્ય તેટલા બધા પગલાં લઈ રહી છે અને આ વર્ષના બજેટમાં આ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. બજેટમાં કરવામાં આવેલી જાહેરાતથી સ્પષ્ટ થાય છે કે નાણાકીય વર્ષ 2025-2026માં સરકારનું ધ્યાન EV ક્ષેત્ર પર રહેશે.સરકારની આ જાહેરાતથી ઇલેક્ટ્રિક વાહન ખરીદદારોને મોટી રાહત મળી છે અને આ સાથે સુસ્ત ઓટો ક્ષેત્રને પણ વેગ મળશે. ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થવાનો સીધો ફાયદો એ લોકોને થશે જેઓ નવું ઇલેક્ટ્રિક વાહન ખરીદવા જઈ રહ્યા છે, તો ઇલેક્ટ્રિક વાહનો વેચતી કંપનીઓના EV વેચાણમાં વધારો થવાની ધારણા છે.આ વખતનું બજેટ સામાન્ય જનતાને મોટી રાહત આપવાનારું છે, કારણ કે માત્ર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા સસ્તા થયા નથી, પરંતુ સરકારે સ્માર્ટ ટીવી, મોબાઇલ ફોન અને લિથિયમ બેટરી પણ સસ્તી કરી છે.

સરકાર લિથિયમ આયન બેટરી પરનો ટેક્સ પણ ઘટાડશે, જેના કારણે લિથિયમ આયન બેટરી સસ્તી થશે અને તેની સીધી અસર ઇલેક્ટ્રિક વાહનોના ભાવ પર પણ જોવા મળશે.

ઓટો સેક્ટરની સુસ્ત ગતિને વેગ આપવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે, હવે નાણાકીય વર્ષ 2025-2026માં ઇલેક્ટ્રિક વાહનો વેચતી કંપનીઓના વેચાણમાં કેટલો વધારો થશે તે જોવું રસપ્રદ રહેશે.EV ઉત્પાદનમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા ઇલેક્ટ્રિક વાહનો માટે જરૂરી કાચા માલ અને મહત્વપૂર્ણ ખનિજો પર કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી છે. ઇલેક્ટ્રિક મોટર્સ, કંટ્રોલર્સ અને અન્ય EV ઘટકો માટે ડ્યુટી ફ્રી આયાત સુવિધા પૂરી પાડવામાં આવે છે.

આગામી 6 વર્ષ માટે મસૂર અને તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો. કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન, આ દેશના કાપડ વ્યવસાયને મજબૂત બનાવશે. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે, જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે. નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ, પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ જારી કરવામાં આવશે.

નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધન્ય યોજનાની જાહેરાત કરી છે. સરકાર રાજ્યો સાથે મળીને આ યોજના ચલાવશે. 1.7 કરોડ ખેડૂતોને મદદ મળશે. સીતારમણે કહ્યું કે, ‘ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કૃષિ વિકાસ, ગ્રામીણ વિકાસ અને ઉત્પાદન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, અમે નાણાકીય ક્ષેત્રમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ધન ધન્ય યોજના 100 જિલ્લાઓમાં શરૂ થઈ રહી છે. તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.’

યુનિયન બજેટ 2025માં પ્રવાસન એટલે કે ટુરિઝમ સેક્ટર માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં સૌથી પહેલા ભારતના ટોપ 50 ટુરિસ્ટ પ્લેસની વાત કરવામાં આવી છે. પ્રવાસનના માધ્યમથી રોજગારને વેગ મળે તે હેતુથી કેન્દ્રીય બજેટ 2025-26ની અર્થવ્યવસ્થામાં તેનો ફાળો વધારવા માંતેની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના સહયોગથી દેશના મુખ્ય 50 પર્યટન સ્થળોના વિકાસ માટે ધ્યાન કેન્દ્રિત કરશે.

આજે રજૂ થયેલા બજેટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના ટોપ 50 પર્યટન સ્થળો સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે પ્રયત્નો કરવામાં આવશે જેથી કરીને વધારે લોકો ત્યાં ફરવા માટે આવી શકે. આના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને કુશળ ટ્રાન્સપોર્ટ સુવિધા નિશ્ચિત કરવા માટે રાજ્યોને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત પ્રયત્ન ક્ષેત્રમાં સ્થાનિક ઉદ્યોગોને વેગ મળે એ માટે લોનની કિંમતમાં પણ વધારો કરવામાં આવશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0