મુસ્લીમ અગ્રણીના જણાવ્યા પ્રમાણે હઝરત મોહમ્મદ પયગંબર સાહેબનો જન્મ રબ્બીઉલ અવ્વલ ના 12 તારીખ તેમજ ઇ.સ 570 20 એપ્રિલ ના સોમવાર ના રોજ મક્કા શહેરમાં થયો હતો. તેમના જન્મ દિવસે સમગ્ર મક્કા શહેરમાં એક રોશની ચમકી ઉઠી હતી. પયગમ્બર સાહેબ ના જન્મની ખુશીને લઈને મુસ્લીમ સમાજ હાલમાં પણ ઉભી થયેલી તાજગી અવિરત પણ સાચવીને ઇદે મિલાદનો તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેમાં કડીશહેર માંઆવેલી મસ્જિદોમા ભગતવાડા મસ્જિદો સહિત કડી શહેરની મસ્જિદો રોશની કરવામાં આવી હતી. તેમજ તહેવાર ના 12મી તારીખના બાલ મુબારકની જીયારત કરી સલાતો સલામ સાથે લોકોએ દર્શન કરી ભવ્યતા અનુભવી હતી. બપોર બાદ શહેરના વિસ્તારમાં ઝુલુસ કાઢી સરકારના જાહેર કરેલા જાહેરનામાનુ પાલન કરી ઉજવણી કરવામાં આવી હતી. જયારે નઆતખા કરી બાર દિવસ નઆત પાક સુરીલી અવાજમાં પઢીને લોકો ડોલાવ્યા હતા.તેમજ જુદાજુદા વિસ્તારોમાં ભેગા થાય નહીં તે રીતે પોત પોતાના વિસ્તારમાં ઝુલુસ કાઢીને ઉજવણી કરી હતી.
કડીમાં ઇદે મિલાદનો તહેવાર નિમિતે શેરી ઝુલુસ તેમજ બાલ મુબારકનો કાર્યક્રમો યોજાયા
કડી શહેરમાં હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મ દીવસની ઉજવણીના ભાગ રૂપે મુસ્લીમ સમાજના લોકો દ્વારા ઇસ્લામીક ચાંદ રબ્બીઉલ અવ્વલના પ્રથમ તારીખથી બારમી તારીખ સુધી જુદીજુદી મસ્જિદોમાં રોશની કર, મિલાદ એટલે નઆત પાકનો કાર્યક્રમ રાખવામાં આવે છે. હઝરત પયગંબર સાહેબનો જન્મ દીવસ તેમજ તેમના દુનિયાથી વિદાય લેવાનો સમય અને વાર એક હોવાથી મુસ્લીમ સમાજ દ્વારા મોલુદ શરીફનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.