ગરવી તાકાત,. વિજયનગરતા.23/1/2025
વિજયનગર તાલુકાની સેન્ટ એન્ડ્રુઝ હાઈસ્કૂલ બીલડીયાના ખેલાડીઓ ખેલ મહાકુંભ 2025 અંતર્ગત તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં એકા એક ટીમ ચેમ્પિયન બનીછે ત્યારે તાજેતરમાં પણ સાબર સ્ટેડિયમ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં અન્ડર 17 બહેનોની ટીમ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન થઈ સેન્ટ એન્ડ્રુઝ પરિવારનું નામ રોશન કર્યુંછે જે વોલીબોલના કેપ્ટન તરલિકા ડામોર અને તનતોડ મહેનત કરનાર શિક્ષક વિક્રમભાઈને આચાર્ય શ્રી આશિષભાઈ ભગોરા તથા શાળા પરિવારે તમામ સ્પર્ધક મિત્રોને ખુબ ખુબ અભિનંદન સાથે રાજ્યકક્ષાએ સફળ થાય તેવી શુભેચ્છાઓ આપી હતી