અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન

August 5, 2022

ગરવી તાકાત અમદાવાદ : રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને જીએસટીના મામલે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે કોંગ્રેસ દ્વારા સુરત, અમદાવાદ, જામનગર, પાટણ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ, ગેસ સહીત ની આવશ્યક ચીઝ વસ્તુના ભાવમાં અસહ્ય વધારો, બેરોજગારી વગેરે બાબતોને લઇને માધ્યમ અને ગરીબ પરિવારોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બનવા પામ્યું છે.

ત્યારે આજરોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ગોકુલ નગર જકાતનાકા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે વિરોધ પ્રદર્શન કરતા શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. તો બીજી તરફ પાટણ જિલ્લા કોગ્રેસ દ્વારા નવજીવન 4 રસ્તા પાસે ભાજપ સરકાર વિરુદ્ધ પ્રતીક ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોંઘવારી, બેરોજગારી મામલે કોગ્રેસ ના કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

જ્યારે સુરતના માંડવીમાં મોંઘવારીને લઈ કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે હળવું ઘર્ષણ થયું હતું. કોંગ્રેસ દ્વારા ગેસના સિલિન્ડરની ઠાઠડી કાઢતા ઘર્ષણ સર્જાયું હતું.

રાજ્યમાં વધતી જતી મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈને આજરોજ જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ગોકુલનગર પાસે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને દૂધ લોટ સહિતના અનાજ તેમજ હવે તો ગરબા પર પણ સરકાર દ્વારા જીએસટી લાદવામાં આવ્યું હોય ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

કાર્યક્રમ ચાલુ થાય તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો. આજે યોજાયેલ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવડીયા, વિરોધ પક્ષ નેતા આનંદભાઈ રાઠોડ સહિત કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
12:23 am, Feb 6, 2025
temperature icon 15°C
clear sky
Humidity 22 %
Pressure 1015 mb
Wind 8 mph
Wind Gust Wind Gust: 10 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:18 am
Sunset Sunset: 6:30 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0